પોરબંદર, 3 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના પોલીસ સ્ટેશનમાંથી થયેલી કારની ચોરીના ગુન્હામાં શરતી જામીન મંજુર થયા છે.આ બનાવની હકિકત એવી છે કે, કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એ મતલબની પોલીસ ફરીયાદ નોંધવામાં આવી કે, ઇંગ્લીશ દાસ્તના ગુન્હામાં કબ્જે કરેલ મોટરકાર દિપક ભગવાનજી પંડયા નજર ચુકાવી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરી ચોરી ગયેલ છે. અને તેને મદદ કરનાર આરોપીઓ કમલાબાગ પોલીસ સ્ટેશન બહાર નજર રાખતા હતા.તે બાદ આ કામના મુખ્ય આરોપી દિપક ભગવાનજી પંડયા અને તેને મદદ કરનાર ચેતન ભગવાનજી પંડયા અને શ્યામ જીતેન્દ્ર જોષીને પોલીસ દ્વારા જુનાગઢથી પકડી પાડેલ હતા અને તેઓને કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરેલ હતા.જેલમાંથી તેઓએ એડવોકેટ અકબર એસ. સેલોત મારફતે જામીન અરજી કરેલ હતી.આરોપીઓવતી જામીન અરજીની સુનાવણી વખતે દલીલ કરેલ કે વિવાદીત મોટરકાર અમારી માલીકીની રહેલ છે. આ કામે કોઈ રિકવરી-ડીસ્કવરી કરવાની રહેતી નથી.કોઈ આરોપી પકડવાનો બાકી નથી મદદ કરનાર આરોપીઓ પકડાઈ ગયેલ છે. આરોપીઓ યુવાન વયના છે પોરબંદરના સ્થાનિક રહેવાસી છે ક્યાંય નાસી-ભાગી જાય તેમ નથી.અને આરોપીઓ પરીવાર વાળા છે. જેથી જામીન અરજી મંજુર કરવા અરજ છે. જેથી બન્ને પક્ષોની રજુઆતો દલીલો તેમજ પોલીસ પેપર્સ ઘ્યાને લઈ પોરબંદરના ચીફ જયુડી.મેજી.જજે શરતોને આધીન જામીન અરજી મંજુર કરવાનો હુકમ કરેલ હતો.આ કામમાં પોરબંદરના એડવોટ અકબર એસ. સેલોત રોકાયેલા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya