પોરબંદર, 3 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના બળેજ ગામે બે પરિવાર વચ્ચે મારામારી થઇ હતી લખમણ રાણા પરમારના દિકરા રામદેને. બળેજ ખાતે રહેતા કાના રામા દાસાની પત્નિ સાથે એક વર્ષ પૂર્વે આડા સંબંધ હોય જેના મનદુઃખને લઇ લખમણ પરમાર પર વિક્રમ રામા દાસા અને કાના રામા દાસાએ લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.આ ઝઘડામા વચ્ચે પડેલા રામદે પણ ધકકો મારી પછાડી દઈ ઈજા પહોંચાડી હતી તો સામા પક્ષે વિક્રમ રામા દાસાએ એવી ફરીયાદ નોંધાવી હતી કે તેઓ પોતાના વાળામા ભેંસને ઘાસચારો નાંખવા માટ જતા હતા તે દરમ્યાન મહાદેવ પાન પાસે ઉભેલા લખમણ રાણા પરમાર અને તેમના પુત્ર રામદે એ તુ અમારી સામે કેમ કતરાઈ છે તેમ કહી કુહાડી વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી આ ઝઘડામા વચ્ચે પડેલા લખમણભાઇના પત્નિ ઝાંઝીબેન પર પણ પાવડાના હાથા વડે હુમલો કર્યો હતો અને ફરીયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી આ બનાવ અંગે માધવપુર પોલીસે બન્ને પક્ષે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya