કોડીનારમાં 'સ્વચ્છોત્સવ' અંતર્ગત સ્વચ્છતાની શ્રેષ્ઠ કામગીરી કરનારને એવોર્ડથી સન્માનિત કરાયા
ગીર સોમનાથ 3 ઓક્ટોબર (હિ.સ.): કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સમગ્ર સ્વચ્છોત્સવ પખવાડિયા દરમિયાન સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી હતી. ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાના સમાપન અંતર્ગત કોડીનાર તાલુકા પંચાયત અને નગર પાલિકા સં
સ્વચ્છોત્સવ' અંતર્ગત સ્વચ્છતાની


ગીર સોમનાથ 3 ઓક્ટોબર (હિ.સ.): કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સમગ્ર સ્વચ્છોત્સવ પખવાડિયા દરમિયાન સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી હતી. ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાના સમાપન અંતર્ગત કોડીનાર તાલુકા પંચાયત અને નગર પાલિકા સંયુક્ત કાર્યક્રમમાં પખવાડિયા દરમ્યાન સ્વચ્છતાની શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરી કરવા બદલ એવોર્ડ આપવામાં આવ્યાં હતાં.

સ્વચ્છતાની શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક શૌચાલયો, પ્રાથમિક શાળાઓ, આંગણવાડી અને શાળાના વિધાર્થીઓ વગેરેને એવોર્ડ અને પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સર્વેએ સ્વચ્છતાના શપથ લીધા હતાં. આ તકે કોડીનાર તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર, જિલ્લા પંચાયતના સદસ્યઓ અને તાલુકા પંચાયતના સદસ્યઓ, નગરપાલિકા પ્રમુખ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande