ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): વેરાવળ બસ ડેપો દ્વારા સ્વચ્છોત્સવ પખવાડિયા દરમિયાન શેરી નાટકો સહિત અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા મુસાફરો અને નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યાં હતાં. જે ઉપક્રમે ‘સ્વછતા હી સેવા’ અભિયાન અંતર્ગત વેરાવળ બસ સ્ટેશન અને વર્કશોપ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મુછાર તેમજ મહિલા મોરચા સતીકુંવર સેવા ટ્રસ્ટ અને નિગમના ત્રણેય સંગઠનના હોદેદારો અને ડેપોના કર્મચારીઓ તેમજ વિભાગના લાયઝન અધિકારી દ્વારા મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સફાઈ અભિયાનની સાથે સાથે જ સફાઈ શ્રમયોગીઓને ઉત્તમ કામગીરી બદલ ગિફ્ટમાં ડિનર સેટ આપવામાં આવી હતી અને અસત્ય પર સત્યના વિજયના ઉત્સવ વિજયાદશમી નિમિત્તે મીઠાઈ તેમજ પુષ્પગુચ્છ આપી તમામનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ