વેરાવળ ખાતે રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનના નિર્માણની દ્વિવાર્ષિક ઉજવણી કરાઈ
ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): વેરાવળ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ઉપક્રમે રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનના નિર્માણની દ્વિવાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે અનેક આરોગ્યલક્ષી સેવાઓને કેન્દ્રવર્તી રાખી કાર્યક્રમ
રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનના


ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): વેરાવળ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ઉપક્રમે રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનના નિર્માણની દ્વિવાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે અનેક આરોગ્યલક્ષી સેવાઓને કેન્દ્રવર્તી રાખી કાર્યક્રમો યોજાયા હતાં. ગાંધી જયંતિ, લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ અને દશેરાના પાવન પર્વ નિમિત્તે રેડ ક્રોસ ગીર સોમનાથના પ્રમુખી અને જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના વરદ હસ્તે રેડક્રોસની નવી આરોગ્ય સેવાઓને ખૂલ્લી મૂકવામાં આવી હતી.

આ સેવાઓમાં જનરલ ઓ.પી.ડી., મેન્ટલ હેલ્થ કાઉન્સિલીન્ગ અને વ્યસન મુક્તિ સેન્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ઇમરજન્સી કીટ, મૃતદેહની વધુ સમયની જાળવણી માટે આઇસ બોક્સ - શબ પેટીનો સમાવેશ થાય છે. રઘુવંશી વેપારીઓ દ્વારા શબપેટી અર્પણ કરવા મુકેશ ચોલેરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા માટે રેડ ક્રોસ આરોગ્ય રથને ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સીનિયર સિટીઝનોની નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. જે માટે ચીફ મેડીકલ ઓફીસર ડૉ.ખેવનાબેન કારાવડીયાના માર્ગદર્શન હેઠળ ડૉ.દિગંત ડાકીના સંકલનમાં ટેક્નિશ્યન તેમજ નર્સિંગ સ્ટાફે સુંદર વ્યવસ્થા જાળવી હતી અને આરોગ્યના માર્ગદર્શન માટે ફિઝિયોથેરાપીસ્ટ કન્સલ્ટન્ટ ડૉ.તન્વિ કારીયા તથા સ્વેતા શર્મા અને ડેન્ટલ કન્સલ્ટન્ટ ડૉ.તન્વી વૈષ્ણવે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ શુભ પ્રસંગે બી.એ.પી.એસ.ના સેવક દેવાયતભાઇ ઝાલાએ રેડ ક્રોસ સોસાયટીને રૂ. ૨૫,૦૦૦/-નું અનુદાન આપ્યું હતું.

આ પ્રસંગે અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર સહિત ગીર સોમનાથ રેડ ક્રોસના ચેરમેન એમીરેટસ્ કિરીટભાઇ ઉનડકટ, ચેરમેન અતુલભાઇ કાનાબાર, વાઇસ ચેરમેન કમલેશ ફોફંડી, સેક્રેટરી ગિરીશ ઠક્કર, ટ્રેઝરર સમીર ચંદ્રાણી, જોઈન્ટ સેક્રેટરી અનિષ રાચ્છ, કમિટીના સભ્યો સહિત રોટરી ક્લબ ઓફ વેરાવળના પ્રમુખ ડૉ. ઇશ્વર ગોડસે તથા ડૉ.વર્ષાબેન ગોડસે, સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ દિપકભાઇ ટીલાવત, ટ્રસ્ટી બિપીન સંઘવી, બિપીન શાહ અને શૈલેષ શેઠ તેમજ લોક જાગૃતિ મંચ વતી ભીખુભાઇ જેઠવા ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande