ભીડિયાની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘વેસ્ટમાંથી બેસ્ટ’નું સર્જન, સુશોભનની વસ્તુઓ બનાવી
ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં સ્વચ્છતાલક્ષી જાગૃતિનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. સ્વચ્છોત્સવ અંતર્ગતની થીમ ‘વેસ્ટ ટુ આર
ભીડિયાની વિદ્યાર્થીનીઓ


ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં સ્વચ્છતાલક્ષી જાગૃતિનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. સ્વચ્છોત્સવ અંતર્ગતની થીમ ‘વેસ્ટ ટુ આર્ટ’ કાર્યક્રમમાં સરકારી કન્યા શાળા–ભીડીયાની વિધાર્થીનીઓએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને પોતાની કલા દર્શાવી હતી.

વિદ્યાર્થીનીઓ દ્વારા ફળ અને શાકભાજીની છાલ તેમજ નકામા થર્મોકોલ, પ્લાસ્ટિકની બોટલો સહિતના કચરામાંથી અવનવી વિવિધ સુશોભનની વસ્તુઓ બનાવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande