ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેષ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ અનડીટેકટ રહેલ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને, એલ.સી.બી.ના પો.ઇન્સ.એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઇ. શૈલેષ ડોડીયા તથા પો.હેડ કોન્સ. લલીત ચુડાસમા તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. ઉદયસિંહ સોલંકી નાઓને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે ઇસમોને કોડીનાર ખાતેથી ચોરી થયેલ મો.સા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદામાલ
(૧) હીરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ કી.રૂ.૩૦,૦૦૦/-
(ર) મોબાઇલ નંગ - ૦૧ કી.રૂ.૫૦૦૦/-
ડીટેકટ કરેલ ગુન્હો
કુલ મુદામાલ કી.રૂ.૩૫,૦૦૦/-
(૧) કોડીનાર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૨૨૫૧૭૧૭/૨૦૨૫ બી.એન એસ. ૩૦૩
-------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ