દિશા નોલેજ હબ વસરાઈનાં વિદ્યાર્થીઓએ શ્રમદિવસે આપ્યો અનોખો સંદેશ
સુરત, 3 ઓક્ટોબર (હિ.સ.) મહુવા તાલુકાનાં વહેવલ ગામમાં તાજેતરમાં આવેલા સાયકલોનથી અનેક પરિવારો પોતાનું ઘર ગુમાવી બેઠાં હતાં. આવા કપરા સંજોગોમાં સમાજના દુઃખમાં ભાગીદાર બનતા દિશા નોલેજ હબ, વસરાઈના વિદ્યાર્થીઓએ દિશા ફાઉન્ડેશનની ટીમ સાથે મળી શ્રમદિવસ નિમિ
દિશા નોલેજ હબ


સુરત, 3 ઓક્ટોબર (હિ.સ.) મહુવા તાલુકાનાં વહેવલ ગામમાં તાજેતરમાં આવેલા સાયકલોનથી અનેક પરિવારો પોતાનું ઘર ગુમાવી બેઠાં હતાં. આવા કપરા સંજોગોમાં સમાજના દુઃખમાં ભાગીદાર બનતા દિશા નોલેજ હબ, વસરાઈના વિદ્યાર્થીઓએ દિશા ફાઉન્ડેશનની ટીમ સાથે મળી શ્રમદિવસ નિમિત્તે ઘર નિર્માણ મહાભિયાનમાં યોગદાન આપ્યું.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ કુલ 1000 કલાકનું શ્રમદાન કરીને માત્ર ઈંટ-ગારા કે માટી-પાણીનું કામ જ નહીં, પરંતુ માનવતા પ્રત્યેની જીવંત પ્રતિબદ્ધતા દર્શાવી. ગાંધીજીના આદર્શ “માનવ સેવા એજ પરમસેવા”ને સાકાર કરતા તેમણે સાબિત કર્યું કે શિક્ષણ માત્ર માર્કશીટ સુધી સીમિત નથી, પરંતુ સમાજ માટે ઊભા રહેવાનું પણ શીખવે છે.

શ્રમદાનમાં જોડાયેલા દરેક હાથ પાછળ એક સપનું હતું – કે કોઈ પરિવાર ફરીથી સુરક્ષિત છાંયામાં જીવન જીવી શકે. આ અભિયાન વિદ્યાર્થીઓ માટે જીવંત પાઠ સાબિત થયું. પુસ્તકોથી બહાર આવીને સમાજની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડાતા તેમની અંદર સેવા ભાવ, જવાબદારીની સમજ અને સહઅસ્તિત્વની શક્તિ વધુ મજબૂત બની.

આ પ્રયત્ન સૌને યાદ અપાવે છે કે સમાજ પ્રત્યેની જવાબદારી માત્ર શબ્દો સુધી સીમિત નથી, તે કર્મ અને કાર્ય દ્વારા જ સાબિત થવી જોઈએ. એક વ્યક્તિનો પ્રયત્ન નાનો હોઈ શકે, પરંતુ જ્યારે સમગ્ર સમાજ સાથે મળે છે ત્યારે એ પરિવર્તનનો મહોત્સવ બની જાય છે.

આ અભિયાન પાછળ યોગેશ પટેલનું માર્ગદર્શન અને જિમિલ પટેલના સંકલનથી 200 પતરા થકી ત્રણ પરિવારોને તાત્કાલિક સહાય પહોંચાડી શકાઈ હતી. સમાજના આકાર્યકર્તાઓના પ્રયાસો સાથે વિદ્યાર્થીઓના શ્રમદાનનો સંગમ ગામમાં નવી આશા જગાડીને ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande