'સ્વચ્છોત્સવ’ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા ખાતે સન્માન સમારોહ યોજાયો
ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): ‘સ્વચ્છોત્સવ’ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો થકી નાગરિકોને સ્વચ્છતા અંગે સમજણ આપવામાં આવી હતી. જે ઉપક્રમે ‘સ્વચ્છતા હી સેવા’ની પૂર્ણાહૂતિ નિમિત્તે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૦૨ ઓક્ટોબર સુધી
સ્વચ્છોત્સવ’ અંતર્ગત સુત્રાપાડા


ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): ‘સ્વચ્છોત્સવ’ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો થકી નાગરિકોને સ્વચ્છતા અંગે સમજણ આપવામાં આવી હતી. જે ઉપક્રમે ‘સ્વચ્છતા હી સેવા’ની પૂર્ણાહૂતિ નિમિત્તે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૦૨ ઓક્ટોબર સુધી યોજાયેલા સ્વચ્છોત્સવના અનેકવિધ કાર્યક્રમોના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં સૌ પ્રથમ નગરપાલિકા ચીફ ઓફિસર મૌલિક વૈંશ દ્વારા આ સમગ્ર પખવાડિયા નિમિત્તે યોજાયેલા વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવામાં સહભાગીદાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા હી સેવાની પૂર્ણાહૂતી નિમિત્તે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા,વેસ્ટ ટુ આર્ટ, વોલ પેઇન્ટિંગ સહિતની વિવિધ સ્પર્ધાઓના વિજેતા બાળકોને ટ્રોફી આપી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતા. ઉપસ્થિત સૌએ આગામી સમયમાં પણ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમને સતત સફળ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં પ્રમુખ, સભ્યઑ, સામાજિક આગેવાનો, પદાધિકારીઓ તેમજ શાળાના બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે સુત્રાપાડા નગરપાલિકા દ્રારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ રેન્કિંગ, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, સ્વચ્છતા શપથ, વોલ પેઇન્ટિંગ, એક કલાક શ્રમદાન, આરોગ્ય કેમ્પ, સેફ્ટી કીટ વિતરણ, વૃક્ષારોપણ, સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ, શેરી નાટકો સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande