ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અંતર્ગત ‘સ્વચ્છોત્સવ’ના ભાગરૂપે કોડીનાર આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે કોલેજની વિદ્યાર્થીનીઓ માટે ‘વેસ્ટ ટૂ આર્ટ’ એટલે કે ‘કચરામાંથી કલા’નો કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીનીઓએ ‘વેસ્ટ ટૂ આર્ટ’ કાર્યક્રમમાં ચંદ્રયાન, પૃથ્વીની કાર્યપદ્ધતિ, પર્યાવરણ, બાયોડિગ્રેબલ ટોઈલેટ્સ, ઝૂમર, તોરણ, કપહોલ્ડર્સ, વિન્ડચાઈમ વગેરેનું પ્રદર્શન દર્શાવ્યું હતું.
વિદ્યાર્થીનીઓ અને ઉપસ્થિત સર્વે દ્વારા કચરો ન કરવાની અને સ્વચ્છતા રાખવાના શપથ લઈ શહેરને સ્વચછ રાખવા માટે સંકલ્પબદ્ધ થયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ