લકઝમબર્ગ તથા ન્યુઝીલેન્ડના વિઝા અપાવવાના બહાને 6 લોકો સાથે 42 લાખની છેતરપિંડી
સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.): શહેરના વરાછા વિસ્તારમાં રહેતી યુવતી અને તેના મિત્રોએ તથા તેના ભાઈએ ન્યૂઝીલેન્ડના તથા લકઝમબર્ગના વિઝા માટે લુથાસ ઈમીગ્રેશન કન્સલ્ટન્સી તથા કલગીરી ઓવરસીઝના વહીવટ કરતાઓ મારફતે રૂપિયા 42 લાખ ચૂકવી દીધા હતા. જેના બદલામાં તેઓએ ફેક
વરાછા પોલીસે


સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.): શહેરના વરાછા વિસ્તારમાં રહેતી યુવતી અને તેના મિત્રોએ તથા તેના ભાઈએ ન્યૂઝીલેન્ડના તથા લકઝમબર્ગના વિઝા માટે લુથાસ ઈમીગ્રેશન કન્સલ્ટન્સી તથા કલગીરી ઓવરસીઝના વહીવટ કરતાઓ મારફતે રૂપિયા 42 લાખ ચૂકવી દીધા હતા. જેના બદલામાં તેઓએ ફેક વિઝા ટિકિટ આપ્યા હતા. જોકે બાદમાં તેઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ વરાછા પોલીસ મથકના તમામે ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 42 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ આણંદના વતની અને સુરતના વરાછા વિસ્તારમાં તાપીબાગ સોસાયટી પાસે રહેતા કાંતિભાઈ કંચનભાઈ રાઠોડની દીકરી જાનકીબેને વરાછા પોલીસ મથકમાં રૂપિયા 42 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે પંજાબ ચંદીગઢ ખાતે સેક્ટર 20 માં લુથાર ઈમિગ્રેશન કન્સલ્ટન્સી અને કલગીરી ઓવરસીઝ નામની ઓફિસ ધરાવતા આરુષિ અરોરા અને રોબીન અરોરા મારફતે તેઓએ તેના ભાઈ અને મિત્રને લકઝમબર્ગ તથા ન્યૂઝીલેન્ડ ના વર્ક વિઝા માટે વાતચીત કરી હતી. તમામ વાતચીત પૂર્ણ થયા બાદ તેમને ટુકડે ટુકડે પૈસા આપવાની શરૂઆત પણ કરી હતી. આ સાથે જ જાનકી મારફતે તેમના ભાઈ આકાશ કાંતિલાલ રાઠોડ તથા મિત્ર ચિરાગ વિરેન્દ્ર ગોયાણી તથા કેયુર કિશોરભાઈ દેસાઈ, પ્રીત કુમાર દિનેશભાઈ બોરડ, પ્રતિકુમાર ભાનુભાઈ કાછરીયા તથા નીલ દીપકભાઈ પટેલ આ તમામ લોકોએ ભેગા મળી લકઝમબર્ગના વર્ક વિઝા તથા ન્યૂઝીલેન્ડના વિઝીટ ટુ વર્ક વિઝા માટે પ્રોસેસ હાથ ધરી હતી. જેમાં તેઓએ તારીખ 11/11/2024 થી તારીખ 12/4/2025 સુધીમાં ટુકડે ટુકડે કરીને રોકડા રૂપિયા 12 લાખ ચંદીગઢ જઈને આપ્યા હતા. જોકે ત્યારબાદ તેઓએ ગુજરાત આંગડિયા મારફતે નવ લાખ તથા બેંક ટ્રાન્સફર મારફતે રૂપિયા 13.70 લાખ અને બેન્ક એકાઉન્ટમાં 7.30 લાખ મળી કુલ રૂપિયા 42 લાખ ભરી દીધા હતા. જેના બદલામાં આરુષિ અરોરા અને રોબીન અરોરા એ તેમને લકઝમબર્ગ ઓફર લેટર તથા પરમિટ લેટર મોકલ્યા હતા અને ન્યૂઝીલેન્ડના વિઝીટ ટુ વર્ક ના વિઝા તથા ટિકિટ આપી વિશ્વાસમાં લીધા હતા. પરંતુ જાનકી તથા તેના મિત્રોને પોતાની સાથે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થઈ હોય તેઓ અહેસાસ થતાં તેઓએ આ ડોક્યુમેન્ટ ચકાસણી કરાવી હતી. જેમાં આ તમામ ડોક્યુમેન્ટ બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેથી આખરે ભોગ બનનાર જાનકીબેન અને તેના મિત્રોએ પૈસા પરત માંગી વિઝા કેન્સલ કરાવવા માટે જણાવતા તેઓએ જવાબ આપવાનો બંધ કરી દીધો હતો. જેથી આખરે તેઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા તેઓએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બંને સામે રૂપિયા 42 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande