મહિલા કોલેજ ખાતે સાઇબર ક્રાઈમ અવેરનેશ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 4 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરની ગુરૂકુળ મહિલા કોલેજમાં સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજવામાં આવ્યો હતો. પોરબંદરની ગુરૂકુળ મહિલા કોલેજમાં કવચ કેન્દ્ર દ્વારા સાયબર સિક્યુરિટી અને ઈન્ટરનેટ ફ્રોડ વિશેની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો.આ માટે હાલ ર
મહિલા કોલેજ ખાતે સાઇબર ક્રાઈમ અવેરનેશ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 4 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરની ગુરૂકુળ મહિલા કોલેજમાં સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજવામાં આવ્યો હતો.

પોરબંદરની ગુરૂકુળ મહિલા કોલેજમાં કવચ કેન્દ્ર દ્વારા સાયબર સિક્યુરિટી અને ઈન્ટરનેટ ફ્રોડ વિશેની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો.આ માટે હાલ રાણાવાવ સરકારી વિનયન કોલેજમાં પ્રાધ્યાપક તરીકે અને અગાઉ પી.એસ.આઈ. તરીકે પોરબંદરમાં ખાતે ફરજ નિભાવી ચુક્યા છે અને જેમણે પોરબંદરની અંદર સાયબર સેલ સ્થાપનાનો શ્રેય પણ એમને જાય છે,એવા ડો. સુભાષ ઓડેદરાને વ્યાખ્યાન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.જેઓ ઇન્ટરનેટ છેતરપિંડીને પ્રત્યક્ષ રીતે જાણતા હતા એટલે સરસ રસપ્રદ રીતે અલગ-અલગ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા, ઈ-કોમર્સ, મોબાઈલ, ઓટીપી, ડિજિટલ એરેસ્ટ આદિ વિવિધ પાસાઓ વિશે મહત્વપુર્ણ જાણકારી વિદ્યાર્થીઓને આપી હતી.સાથે હેલ્પલાઇન નંબર 1930 ની પણ જાણકારી આપી હતી. જેથી કરીને વિદ્યાર્થીઓ આ ઇન્ટરનેટ અને સાઇબર ક્રાઇમ જેવા ગુન્હાનો ભોગ ન બને. આ કાર્યક્રમમાં ઉપાચાર્ય પ્રો. રોહિણીબા જાડેજા, ડો. જયેશ ભટ્ટ, ડો. કેતકી પંડયા, ડો. નયન ટાંક, ડો.શાંતિ મોઢવાડિયા વગેરે

સર્વ સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન સાયબર સેલના કોર્ડીનેટર ડો. રાજેન્દ્ર ચૌધરીએ કર્યું હતું અને અંતે આભારવિધિનું કાર્ય પ્રા. શુભમ સામાણી કર્યું હતુ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપલ ડો.અનુપમ નાગરનું માર્ગદર્શન મળેલ હતું અને પ્રા. અદિતી દવે તથા સમગ્ર અધ્યાપકોનો પુર્ણ સહકાર મળેલ હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande