પાટણમાં 8 ઑક્ટોબરે જિલ્લા કક્ષાનું રોજગાર ભરતી મેળાનું આયોજન થશે.
પાટણ, 4 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ 2025ના ભાગરૂપે પાટણ જિલ્લામાં રોજગાર ઇચ્છુક ઉમેદવારોને નોકરીના અવસરો પૂરાં પાડવા માટે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો 8 ઑક્ટોબર 2025, બુધવારના રોજ સવારે 10:00 વાગ્યે હેમચંદ્રાચા
પાટણમાં 8 ઑક્ટોબરે જિલ્લા કક્ષાનું રોજગાર ભરતી મેળાનું આયોજન થશે.


પાટણ, 4 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ 2025ના ભાગરૂપે પાટણ જિલ્લામાં રોજગાર ઇચ્છુક ઉમેદવારોને નોકરીના અવસરો પૂરાં પાડવા માટે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો 8 ઑક્ટોબર 2025, બુધવારના રોજ સવારે 10:00 વાગ્યે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કન્વેન્શન હોલ ખાતે યોજાશે. આ મેળાનું આયોજન ખાનગી ક્ષેત્રના નોકરીદાતા અને નોડલ ITI, પાટણ (રાજપુર) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં ધોરણ 10, 12 પાસ, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ (B.A, B.Com, BBA, B.E) અને પોસ્ટ ગ્રેજ્યુએશન લાયકાત ધરાવતા, 18થી 40 વર્ષ વયના ઉમેદવારો ભાગ લઈ શકશે. 15થી વધુ ખાનગી કંપનીઓ વિવિધ જગ્યાઓ માટે સ્થળ પર જ ઇન્ટરવ્યૂ દ્વારા પ્રાથમિક પસંદગી કરશે. ઉપલબ્ધ જગ્યાઓમાં મોબિલિટી ઓપરેટર, પ્લાન્ટ ઓપરેટર, સેલ્સ મેનેજર, પ્રોડક્શન, ક્વોલિટી, ટેકનિકલ વર્ક, કાઉન્સેલર, એકાઉન્ટ મેનેજર, મશીન ઓપરેટર, ટ્રેઈની, ઈન્સ્યોરન્સ એડવાઈઝર વગેરે પદોનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande