આર્ચરી ગેમ્સમાં નવયુગ વિદ્યાલયનો વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો.
પોરબંદર, 4 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના ચિલ્ડ્રન હોમ ખાતે રહેતો અને નવયુગ વિદ્યાલયમાં ભણતો વિદ્યાર્થી આર્ચરી સ્પર્ધામાં વિજેતા બન્યો છે અને રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યો છે. પોરબંદરના ચિલ્ડ્રન હોમ ખાતે રહેતો અને નવયુગ વિદ્યાલયમાં ધો-9 માં અભ્યાસ કરતો
આર્ચરી ગેમ્સમાં નવયુગ વિદ્યાલયનો વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો.


પોરબંદર, 4 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના ચિલ્ડ્રન હોમ ખાતે રહેતો અને નવયુગ વિદ્યાલયમાં ભણતો વિદ્યાર્થી આર્ચરી સ્પર્ધામાં વિજેતા બન્યો છે અને રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યો છે.

પોરબંદરના ચિલ્ડ્રન હોમ ખાતે રહેતો અને નવયુગ વિદ્યાલયમાં ધો-9 માં અભ્યાસ કરતો ડોડિયા કિશન અશોકભાઈએ એસ.જી.એફ-1 રાજ્યકક્ષા અંડર-14/17/19 ખેડા જિલ્લામાં આયોજિત આર્ચરી સ્પર્ધામાં વિશેષ કૌશલ્ય પ્રદર્શન કરેલ છે, અને આ વિદ્યાર્થીની નેશનલ લેવલે પસંદગી થયેલ છે.નડિયાદ ખાતે 21 દિવસની તાલીમમાં આ વિજેતાને વિશેષ સજજતા તાલીમ આપ્યા બાદ અન્ય રાજ્યમાં યોજાનાર નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેવા જશે.આ તેજસ્વી વિદ્યાર્થીને નેશનલ લેવલે સફળતા માટે ચિલ્ડ્રન હોમના અધિક્ષક કમલેશબામણીયા ચિલ્ડ્રન હોમના કોચ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના કાઉન્સીલર રૂપલ ભટ્ટ તથા નવયુગ વિદ્યાલય, શાળા પરિવાર, નવયુગ એલુમની એસોસિએશન ફેઝ-2 અને નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ, મંત્રી અને અન્ય હોદ્દેદારો શુભેચ્છાઓ પાઠવે છે. વિદ્યાર્થીને શાળા દ્વારા પ્રોત્સાહિત ઈનામ તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande