જામનગરમાં ખોડ મીલના ઢાળીયા પાસે રહેતા યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગર, 4 ઓક્ટોબર (હિ.સ.) જામનગરમાં ખોડમીલના ઢાળીયા પાસે રહેતા અને મજૂરી કામ કરતા બ્રિજરાજસિંહ ઉર્ફે લાલો નામના 35 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર છતના હુકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા
મૃત્યુ


જામનગર, 4 ઓક્ટોબર (હિ.સ.) જામનગરમાં ખોડમીલના ઢાળીયા પાસે રહેતા અને મજૂરી કામ કરતા બ્રિજરાજસિંહ ઉર્ફે લાલો નામના 35 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર છતના હુકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સિટી બી. ડિવિઝનના પીએસઆઇ કે એન જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવાનની પત્ની છેલ્લા છ મહિનાથી તેના બે સંતાનોને લઈને રીસામણે માવતરે ચાલી ગઈ હતી, અને મૃતક યુવાન એકલવાયું જીવન જીવતો હતો. જેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande