અંબાજી04 ઓકટોબર (હિ.સ.) અંબાલાલ પટેલે આપેલી આગાહીના પ્રમાણે
આજે બપોરના સુમારે હળવાથી વધારે વરસાદની શરૂઆત થવા પામી હતી જે સાંજે એકાએક વરસાદએ
ભારે ધડબડાટી બોલતા અંબાજીના ચો ફેર પાણી જ પાણી જોવા મળ્યા હતા જયારે બજારોમાં પણ
પાણી ની ધસમસતી નદીઓ જોવા મળી હતી જેના કારણે કેટલીક દુકાનો માં પણ પાણી ભરાતા તે
દુકાનો વહેલા બંધ થઇ હતી જયારે આ ભારે વરસાદને લઇ અંબાજી હિંમતનગરનો હાઇવે માર્ગ
પાણીમાં ઘરકાવ થયો હતો શક્તિધારા આગળ પોલીસ સ્ટેશનની પાસે થી પસાર થતો હાઇવે
માર્ગમાં ઢીચણ સુધી પાણી ભરાતા વાહનો અને બાઈકો ખોટવાયા હતા જ્યાં ધક્કા મારી
વાહનોને બહાર કાઢવાની ફરજ પડી હતી આ ભરાયેલા પાણીના સ્થળેથી લોકોની સતત અવરજવર
રહેતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને હાઇવે માર્ગ પર પાણીની
નદીઓ સમુદ્રની જેમ લહેરાતી જોવા મળી હતી આ હાઇવે માર્ગ પર ચોમાસુ હોય કે કમોસમી
વરસાદ પડતા હાઇવે માર્ગ પાણીમાં ઘરકાવ થવાની પરિસ્થિતિ દર વખતે જોવા મળે છે અને
અનેક વહીવટી તંત્રના અધિકારીઓ આ માર્ગથી પસાર થતા હોય છે છતાં આ પાણી નિકાલનો
કાયમી ઉકેલ આવતો નથી દોઢ થી બે ફૂટ ઊંચા ઢીચણ સમા ભરાતા પાણીમાં પારાવાર લોકોને
મુશ્કેલીપડે છે પાણી ભરાનાર આ વિસ્તાર નીચાણ વાળો હોવાથી પાણી ભરાવવાની સમસ્યા
સર્જાય છે આ પાણી ભરાવવાની જગ્યા ઉપર પૂરાણ કરાવી રસ્તાને દોઢ થી બે ફૂટ ઊંચું
કરવાંમાં આવે તો પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ