અંબાજી04 ઓકટોબર (હિ.સ.) યાત્રાધામ અંબાજી ખાતે ચોમાસુ અને
કમોસમી જેવા ભારે વરસાદ દરમિયાન અંબાજી હિંમતનગર હાઇવે માર્ગ પર પોલીસ સ્ટેશનના
રસ્તા પાસે વરસાદ દરમિયાન આખો માર્ગ પાણીમાં ઘરકાવ થઇ જતો હોય છે જ્યાં દોઢ થી બે
ફૂટ જેટલું પાણી ભરાતું હતું છે ને આ ભરાતા પાણીની આસપાસ અનેક દુકાનો સોસાયટીઅને ધર્મશાળાઓ
આવેલી છે તેવા સ્થળે હાઇવે માર્ગના ડિવાઈડર ઉપર લોખંડના વીજ પોલો ઉભા કરાયેલા છે
દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ હોય છે પણ જયારે સાંજે કે રાત્રે ભારે વરસાદ ખાબકે
છે ત્યારે આ લોખંડના વીજ પોળવાળીસ્ટ્રીટ લાઈટો ચાલુ કરાતી હોય છે
ત્યારે આ લોખંડના વીજ પોળના વાયરો તસ્વીરમાં જોઈ શકાય છે તેમ ખુલ્લા જોવા મળી
રહ્યા છે જો આ વીજ વાયર માંથી કરંટ લીકેજ થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી
પરિસ્થિતિજોવા મળી
રહી છે જો આ લોંખડ ના વીજપોલ માંથી કે ખુલ્લા વાયર માંથી કરંટ નીકળે તો અનેક
વાહનચાલકો સાથે દુકાનદારોમાં કરંટ ફેલાય તો મોટો ખતરો ઉભો થવાની શક્યતા નકારી શકતી
નથી ત્યારે વીજ કંપની સહીત જિલ્લા વહીવટી તંત્ર એ આ લોખંડના વીજ્પોલો સુરક્ષિત
કરવા સાથે ખુલ્લા પડેલા વાયરો સગેવગે કરવામાં આવે અથવા લોખંડના વીજપોલ ને બદલે
સિમેન્ટના વીજપોલ ઉભા કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય એટલુંજ નહિ
આ ભરાતા પાણીવાળી જગ્યા એ વીજપોલના વાયરો અંડર ગ્રાઉન્ડ કરેલા છે જેથી કેરીને જો
કોઈ પણ વીજ વાયર લીકેજ થાય તો સમગ્ર વિસ્તાર કરંટમાં ભરડામાં આવી શકે તેમ છે જેથી
તાકીદે આ બાબતે રોડ ઉપર ભરાતા પાણીવાળી જગ્યાથી વીજપોલને લઇ યોગ્ય ઘટતા પગલાં લેવાય
તે જરૂરી બન્યું ચ એ
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ