અમરોલી પોલીસે ફ્લેટમાં રેઇડ કરી રૂ.2.63 લાખના ગાંજા સાથે એકની ધરપકડ કરી
સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.): શહેરમાં થતી ગાંજા, એમડી ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસે કમર કસી લીધી છે. અને ડ્રગ્સ માફિયાઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે.દરમિયાન આ જ દિશામાં અમરોલી પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાંચમા માળે ફ્લેટની અંદર
અમરોલી પોલીસ


સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.): શહેરમાં થતી ગાંજા, એમડી ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસે કમર કસી લીધી છે. અને ડ્રગ્સ માફિયાઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે.દરમિયાન આ જ દિશામાં અમરોલી પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાંચમા માળે ફ્લેટની અંદર રેઇડ કરી હતી.અને સ્થળ પરથી લાખો રૂપિયાની કિંમતનો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી પોલીસના સર્વેલેન્સ સ્ટાફના માણસો એનડીપીએસના ગુનાને શોધવા માટે કાર્યરત હતા.ત્યારે મળેલ બાતમીના આધારે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ ફ્લેટ નંબર 503 માં રેઇડ કરી હતી.અને સ્થળ પરથી આરોપી બિરેન્દ્ર કુમાર લલ્લુરામ ગુપ્તાની ધરપકડ કરી હતી.તેમજ તેના કબ્જામાંથી રૂ.2.63 લાખનો 26.37 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપી બિરેન્દ્ર આરોપી સનાતન શંકર પ્રધાન પાસેથી ગાંજાનો જથ્થો લાવતો હતો.અને એક કિલો ગાંજા વેચવા પર રૂ 1000 નું કમિશન લેતો હતો. એટલુંજ નહીં એવું પણ જાણવા માળ્યું હતું કે આરોપી સનાતન પ્રસાદ મૂળ ઓરિસ્સાનો વતની છે. અને તે ગાંજાનો આ જથ્થો ટ્રેન મારફતે ઓરિસ્સાથી સુરત લાવતો હતો.આરોપી છેલ્લા બે મહિનાથી આ ગેરકાયદેસર વેચાણની પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande