પોરબંદર, 4 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી બાબુ બોખીરીયાની ભારતીય જનતા પાર્ટી પરિષદના સભ્ય તરીકે નિમણુંક કરવામા આવતા પોરબંદર જિલ્લા ભાજપમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા અભિનંદન વર્ષા કરી હતી પોરબંદરના ધારાસભ્ય તરીકે 1995માં પ્રથમ વખત ચુંટાયા હતા ત્યાર બાદ 1998મા ધારાસભ્ય તરીકે ચુંટાયા બાદ તેમને ગુજરાત સરકારમાં સાત ખાતાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામા આવી હતી ત્યાર બાદ 2017મા બાબુભાઇ બોખીરીયા ધારાસભ્ય
તરીકે ચુંટાય આવ્યા હતા.પોરબંદર જિલ્લામા કરોડો રૂપિયાના વિકાસના કામો કરી અને પ્રજાની સુખાકારી માટે કામગીરી કરી હતી તેમજ પોરબંદર જિલ્લા ભાજપના સંગઠને મજબુત કરવામા સિંહ ફાળો રહ્યો છે. સામાન્ય પ્રજા હોય કે ભાજપના નાના-મોટા કાર્યકરોને હંમેશા મદદરૂપ થનારા બાબુ બોખીરીયાને ભાજપ પક્ષ પ્રત્યેની નિષ્ઠાનેધ્યાને રાખી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકેની નિમણુંક કરવામાં આવતા પોરબંદર ભાજપમાં ખુશીનો મહોલ જોવા મળી રહ્યો છે. બાબુ બોખીરીયા રાજકીય ક્ષેત્રની સાથે સામાજીક ક્ષેત્રે પણ તેમનુ મહત્વનુ યોગદાન રહ્યુ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya