
ભરૂચ,04 ઓક્ટોબર (હિ.સ.) વાલિયા તાલુકાના નવાનગર ગામનો કુખ્યાત બુટલેગર વાસુ વસાવાએ તેણે ગણોત રાખેલ ખેતરમાં આવેલ ઓરડીની અંદર વિદેશી દારૂનો મોટાપાએ જથ્થો વેચવાના ઇરાદે લાવેલો હોય આ બાબતની બાતમી ભરૂચ એલસીબીને મળતા રેડ કરતા ત્યાંથી બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત ₹4,81,000 થવા જાય છે. આથી હાજર બુટલેગરની અટક કરીને વાલિયા પોલીસ સ્ટેશને વિદેશી દારૂના જથ્થા સાથે સોપવામાં આવ્યો હતો.
પીએસઆઈ આર.કે.ટોરાણી એલસીબી ભરૂચની ટીમ વાલિયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે અરસામાં વાલિયા તાલુકાના નવાનગર ગામે રહેતો અને અગાઉ ઇંગ્લીશ દારૂમાં પકડાયેલ વાસુદેવ જશુ વસાવાએ દોલતપુર ગામની સીમમાં દોલતપુર વગામાં જય મહેન્દ્ર પટેલનું ખેતર ગણોત ઉપર રાખેલ છે તે ખેતરની ઓરડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.આથી દોલતપુર વગામાં શેરડીના ખેતરમાં રેઈડ કરી ઓરડીમાંથી પ્રતીબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલ અને બીયર ટીન નંગ 1584 કી.રૂ. 4.81 લાખના મુદ્દામાલ સાથે વાસુદેવ વસાવા ઝડપી પાડી, ઇંગ્લીશ દારૂ આપી જનાર રાહુલ ઉકારામ માલી વોન્ટેડ જાહેર કરી પ્રોહી એકટ અને ભારતીય ન્યાય સંહીતા 2023 ની સંલગ્ન કલમો મુજબ વાલિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ