ભાવનગર, 4 ઓક્ટોબર (હિ.સ.): ભાવનગર યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાં 9 જોડી વધારાના ટ્રેનોમાં માસિક સીઝન ટિકિટ (MST) ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી દૈનિક રેલ મુસાફરોને કિફાયતી તથા સરળ મુસાફરીનો લાભ મળશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે એમ.એસ.ટી.ની સુવિધા ખાસ કરીને તે મુસાફરો માટે ઉપયોગી છે, જેઓ દરરોજ ઓફિસ, વ્યવસાય અથવા અભ્યાસ માટે રેલમાર્ગે મુસાફરી કરે છે. આ સુવિધા દ્વારા મુસાફરો રાહત દરે રેલયાત્રા કરી શકશે. મુસાફરોને એક્સપ્રેસ તથા સુપરફાસ્ટ ટ્રેનોની દ્વિતીય શ્રેણીની અનારક્ષિત કોચોમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. સુપરફાસ્ટ ટ્રેનોમાં મુસાફરી કરનાર મુસાફરોને સુપરફાસ્ટ ચાર્જ ચૂકવવો પડશે.
ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક
દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ આ સુવિધાનો મહત્તમ લાભ ઉઠાવે તથા ટિકિટ સંબંધિત નિયમોનું પાલન કરીને સુવ્યવસ્થિત મુસાફરી કરે. આ સુવિધા દ્વારા મુસાફરોનો સમય અને પૈસા બંનેની બચત થશે તેમજ પરિવહન વ્યવસ્થા વધુ સરળ અને સુલભ બનશે.
ટ્રેનોની વિગત આ પ્રમાણે છેઃ
1. ટ્રેન નં. 11463/11464 સોમનાથ–જબલપુર એક્સપ્રેસ – એમ.એસ.ટી. ધારક મુસાફરો વેરાવળ–જૂનાગઢ–રાજકોટ સેક્શનમાં મુસાફરી કરી શકશે.
2. ટ્રેન નં. 11465/11466 સોમનાથ–જબલપુર એક્સપ્રેસ – એમ.એસ.ટી. ધારક મુસાફરો વેરાવળ–જૂનાગઢ–રાજકોટ સેક્શનમાં મુસાફરી કરી શકશે.
3. ટ્રેન નં. 12971/12972 બાંદ્રા–ભાવનગર સુપરફાસ્ટ – એમ.એસ.ટી. ધારક મુસાફરો અમદાવાદ–સુરેન્દ્રનગર–ભાવનગર સેક્શનમાં મુસાફરી કરી શકશે.
4. ટ્રેન નં. 19119/19120 અમદાવાદ–સોમનાથ એક્સપ્રેસ – એમ.એસ.ટી. ધારક મુસાફરો અમદાવાદ–સોમનાથ–અમદાવાદ સેક્શનમાં મુસાફરી કરી શકશે.
5. ટ્રેન નં. 19209/19210 ભાવનગર–ઓખા એક્સપ્રેસ – એમ.એસ.ટી. ધારક મુસાફરો ભાવનગર–ઓખા–ભાવનગર સેક્શનમાં મુસાફરી કરી શકશે.
6. ટ્રેન નં. 19571/19572 રાજકોટ–પોરબંદર એક્સપ્રેસ – એમ.એસ.ટી. ધારક મુસાફરો રાજકોટ–પોરબંદર–રાજકોટ સેક્શનમાં મુસાફરી કરી શકશે.
7. ટ્રેન નં. 19205/19206 ભાવનગર–મહુવા એક્સપ્રેસ – એમ.એસ.ટી. ધારક મુસાફરો ભાવનગર–મહુવા–ભાવનગર સેક્શનમાં મુસાફરી કરી શકશે.
8. ટ્રેન નં. 19207/19208 પોરબંદર–રાજકોટ એક્સપ્રેસ – એમ.એસ.ટી. ધારક મુસાફરો પોરબંદર–રાજકોટ–પોરબંદર સેક્શનમાં મુસાફરી કરી શકશે.
9. ટ્રેન નં. 20966/20965 ભાવનગર–સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી – એમ.એસ.ટી. ધારક મુસાફરો ભાવનગર–સાબરમતી–ભાવનગર સેક્શનમાં મુસાફરી કરી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ