મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે ભૂલકા મેળો યોજાયો
જૂનાગઢ, 4 ઓક્ટોબર (હિ.સ.): જૂનાગઢ,તા. ૪ વિભાગીય નાયબ નિયામક ની કચેરી,રાજકોટ ઝોન,આઈ.સી.ડી.એસ,મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ,પોષણ અને સર્વાંગી વિકાસ માટે જન-જાગૃતિના ઉદ્દેશ્યથી ઝોન કક્ષાનો ભૂલકા મેળા-૨૦૨૫ આજ રોજ સરદાર પ
મહિલા અને બાળ વિકાસ


જૂનાગઢ, 4 ઓક્ટોબર (હિ.સ.): જૂનાગઢ,તા. ૪ વિભાગીય નાયબ નિયામક ની કચેરી,રાજકોટ ઝોન,આઈ.સી.ડી.એસ,મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ,પોષણ અને સર્વાંગી વિકાસ માટે જન-જાગૃતિના ઉદ્દેશ્યથી ઝોન કક્ષાનો ભૂલકા મેળા-૨૦૨૫ આજ રોજ સરદાર પટેલ સભાગૃહ,કૃષિ યુનિવર્સીટી,જૂનાગઢ ખાતે યોજાયો હતો.

આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમણે આંગણવાડી કક્ષાએ આપવામાં આવતી સેવાઓ તેમજ બાળકોના સ્વાસ્થ્ય અને સ્વસ્થ નારી, સશક્ત પરિવાર ની વિભાવના સાથે પોષણનું મહત્વ સમજાવ્યું હતુ. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ બાળકોમાં કુપોષણ વિષે તેમજ માતાઓના મહત્વને લઈને, અને આંગણવાડી કક્ષાએ થતી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા જણાવ્યું કે બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે. તેમણે મહિલા આત્મ રક્ષણ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતુ. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાએ ઝોન કક્ષાના આ કાર્યક્રમ તેમજ સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની સરકાની કલ્યાણકારી યોજનાઓ અને કામગીરી વિશે માહિતી આપી. પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત દરેક જીલ્લા/કોર્પોરેશન માંથી બ્લોક પી.એસ.ઈ. અને આંગણવાડી કાર્યકર દ્વારા સંયુક્ત રીતે બનાવેલા ટીચિંગ લર્નિંગ મટિરિયલ (TLM) પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

બાળકો તથા પી.એસ.ઈ. દ્વારા આકર્ષક સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. અને શિક્ષણ વિભાગની ટીમ દ્વારા વિજેતાઓની પસંદગી કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોષણ સંગમ કાર્યક્રમ ના લાભાર્થીઓ વાલીઓના અભિપ્રાયો દ્વારા કુપોષિત બાળકોને પોષણ સંગમ કાર્યકમ (CMAM & EGF) થકી બાળકને સુપોષિત બન્યા બાદના પ્રતિભાવો રજુ કરવામાં આવેલ હતા.

આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર મહાનગરપાલિકા, જૂનાગઢ,.ચેતનભાઈ સોજીત્રા એ સ્વાગત પ્રવચન આપ્યું હતુ. ઉપસ્થિત સૌને સમગ્ર કાર્યક્રમ અંગે ટૂંકમાં માહિતી આપી હતી. તેમજ વિભાગીય નાયબ નિયામક,રાજકોટ ઝોન,સુ..પૂર્વીબેન પંચાલ દ્વારા શાબ્દિક પ્રવચન દ્વારા ઝોન કક્ષાના કાર્યક્રમ અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ તેમજ સ્વસ્થ નારી, સશક્ત પરિવારની વિભાવના ચર્ચવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, પ્રોગ્રામ ઓફિસરઆઈ.સી.ડી.એસ,જીલ્લા પંચાયત જૂનાગઢ, સુ.વત્સલાબેન દવે દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઝોન કક્ષા ભૂલકા મેળો-૨૦૨૫ માં રાજકોટ ઝોન અંતર્ગત સમાવિષ્ટ કુલ-૧૨ આઈ.સી.ડી.એસ,(જીલ્લા/કોર્પોરેશન) તથા ઘટક કચેરીઓના અધિકારીઓ,કર્મચારીઓ સહીત કુલ-૩૦૦ થી વધારે લોકોની ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande