બાળ શ્રમયોગી નાબૂદી ટાસ્કફોર્સ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા, બાળમજૂરીને પ્રોત્સાહન આપનાર એકમો સામે કાર્યવાહી
ગીર સોમનાથ, 4 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સ્થળોએ જિલ્લા કક્ષાની બાળશ્રમયોગી નાબૂદી અંગેની ટાસ્કફોર્સ સમિતિના સંકલનમાં “બાળ મજૂરી નાબુદી રેડ યોજાઈ હતી. જેમાં બાળમજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ વેરાવળમાં જુદી-જુદી જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યાં
બાળ શ્રમયોગી નાબૂદી ટાસ્કફોર્સ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા, બાળમજૂરીને પ્રોત્સાહન આપનાર એકમો સામે કાર્યવાહી


ગીર સોમનાથ, 4 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સ્થળોએ જિલ્લા કક્ષાની બાળશ્રમયોગી નાબૂદી અંગેની ટાસ્કફોર્સ સમિતિના સંકલનમાં “બાળ મજૂરી નાબુદી રેડ યોજાઈ હતી. જેમાં બાળમજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ વેરાવળમાં જુદી-જુદી જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યાં હતાં.

આ દરોડા દરમિયાન વેરાવળ જી.આઈ.ડી.સીમાં કે.આર.સી. ફૂડસમાં ૦૩ તરૂણ શ્રમયોગીઓ અને કલ્યાણી ફૂડસમાં ૦૨ એમ કુલ ૦૫(પાંચ) તરૂણ શ્રમયોગીઓ કામ કરવાનું જણાયું હતું. જેથી દરોડા દરમિયાન સંસ્થાના માલિકોને બાળ અને તરૂણ મજૂર (પ્રતિબંધ & નિયમન) અધિનિયમ - ૧૯૮૬ની જોગવાઈઓના ભંગ બદલની નોટીસ પાઠવીને તેમની સામે કોર્ટ કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમાર, સમાજ કલ્યાણ અધિકારીની કચેરી નાયબ નિયામક હસમુખ એમ.ગઢિયા, જિલ્લા રોજગાર વિનિમય કચેરીના આર.એમ.વાધ, જિલ્લા બાળ સુરક્ષા એકમના ,આર.એન.ચાંડપા, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સી.બી.પરમાર, વી.કે. પરમાર, વિકસતી જાતીની કચેરી જિલ્લા નાયબ નિયામક પી.એ. ચૌહાણ દ્વારા આ રેડ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande