અંબાજી, 4 ઓકટોબર (હિ. સ): ગાંધી જયંતીના ઉપલક્ષમાં યાત્રાધામ
અંબાજી ખાતે એસટી ડેપો ખાતે સેવાહિસ્વચ્છતા વિશે કાર્યક્રમના ભાગરૂપે
સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંબાજી એસટી ડેપોના મેનેજર કપિલ
ચૌહાણ સાથે અંબાજીના સરપંચ કલ્પનાબેન સરપંચ પ્રકાશ ભાટી અંબાજી ભાજપાના મંડળના
પદાધિકારીઓ પોલીસ અધિકારીઓ સહિતના સ્ટાફ સાથે એસટી કર્મચારીઓ સ્વચ્છતાને લઇ
ઝુંબેશ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવાપ્રયાસો કરવામાં આવ્યા હતા એટલું જ
નહીં આ કાર્યક્રમ હેઠળ અંબાજી એસટી બસ સ્ટેશન સહિત એસટી બસોને પણ સ્વચ્છ રાખવા
એસટી ડેપોનામેનેજર દ્વારા યાત્રિકો ડેપો મેનેજરે યાત્રિકોને પણ ખાસ અપીલ કરી સ્વછતા જાળવી રાખવા માટે અપીલ કરી હતી
એટલું જ નહીં હડાદ ખાતે પણ તાલુકાના પ્રાંત અધિકારી અને મદદનીશ કલેકટર હરીણી કે
આર તેમજ મામલતદાર , ટીડીઓ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર અન્ય ગ્રામ પંચાયતના સરપંચ સહિતના
અન્ય લોકો જોડાઈ હડાદમાં પણ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ