જામનગર, 4 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં હરિયા કોલેજ રોડ પર સરદાર નગર શેરી નંબર-4 માં રહેતી મયુરીબેન જીતેન્દ્રભાઈ વ્યાસ નામની 19 વર્ષની કોલેજીયન યુવતી કે જે જામનગરની મહિલા કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યાં તેના પિતા અભ્યાસ કરવા માટે પોતાના વાહનમાં મુકવા માટે ગયા હતા.
ગત 29મી તારીખે પોતાની પુત્રીને કોલેજમાં અભ્યાસ કરવા માટે પિતા મૂકી આવ્યા બાદ બપોરના 12.00 વાગ્યાના અરસામાં તેમની પુત્રી મયુરીને કોલેજે પરત લેવા માટે જતાં તેણી એકાએક લાપત્તા બની ગઈ હતી, અને તેણીનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો. જેનો અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ પત્તો સાંપડયો ન હતો. આખરે વિપ્ર યુવતીના પિતા દ્વારા જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને પોતાની પુત્રી ગુમ થયાની જાણવાજોગ એન્ટ્રી કરાવતાં પોલીસ તેને શોધી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt