બામરોલી ગામે હિંગળાજ માતાના મંદિરે દશેરા પર્વની ભક્તિમય ઉજવણી
પાટણ, 4 ઓક્ટોબર (હિ.સ.): બામરોલી ગામે શ્રી હિંગળાજ માતાના પાવન મંદિરે દશેરા પર્વ નિમિત્તે હવનનું આયોજિત કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ દક્ષિણી અને જીવરાણી પરિવારે સંયુક્ત રીતે આયોજન કર્યો હતો. હવનમાં ભાગ લેવા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામા
બામરોલી ગામે હિંગળાજ માતાના મંદિરે દશેરા પર્વની ભક્તિમય ઉજવણી


પાટણ, 4 ઓક્ટોબર (હિ.સ.): બામરોલી ગામે શ્રી હિંગળાજ માતાના પાવન મંદિરે દશેરા પર્વ નિમિત્તે હવનનું આયોજિત કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ દક્ષિણી અને જીવરાણી પરિવારે સંયુક્ત રીતે આયોજન કર્યો હતો. હવનમાં ભાગ લેવા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

ભક્તોએ માતાજીના દર્શન કરી શ્રદ્ધાપૂર્વક શ્રીફળ અને મીઠાઈ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ સૌએ ભોજન પ્રસાદનો લાભ લીધો અને હવન વિધિ પૂર્ણ થયા પછી શ્રીફળ હોમવામાં આવ્યું હતું.

હવન અંતે પૂજારીઓ તથા ભક્તો વાજતે-ગાજતે ગામના તળાવ પાસે પહોંચ્યા હતા. ત્યાં જ્વારાને પાણીથી શુદ્ધ કરીને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યા હતા. આ રીતે શ્રદ્ધા અને ભક્તિભાવથી દશેરાનો પાવન પર્વ ઉત્સાહભેર ઉજવાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande