કુલ કી. રૂ.208420 ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપીઓને પકડી પાડતી વેરાવળ સીટી પોલીસ
સોમનાથ 4 ઓક્ટોબર (હિ.સ.) વેરાવળ વિભાગ વેરાવળ નાઓએ ગે.કા.રીતે જુગાર રમતા/દારૂનુ વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી ગે.કા.પ્રવૃતી સદંતર નાબુદ થાય આ બાબતે સુચના આપેલ હોય જે અનુસંધાનેઆજરોજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી
કુલ કી. રૂ.208420 ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપીઓને પકડી પાડતી વેરાવળ સીટી પોલીસ


સોમનાથ 4 ઓક્ટોબર (હિ.સ.) વેરાવળ વિભાગ વેરાવળ નાઓએ ગે.કા.રીતે જુગાર રમતા/દારૂનુ વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી ગે.કા.પ્રવૃતી સદંતર નાબુદ થાય આ બાબતે સુચના આપેલ હોય જે અનુસંધાનેઆજરોજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામીનાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. આર.આર.રાયજાદા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન ખાતે હાજર હોય આ દરમ્યાન ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે વેરાવળ, વીઠ્ઠલવાડી વિસ્તારમાં, જાડી જાખરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ-૧૩૩૯ બોટલો કી.રૂ.૨,૦૮,૪૨૦/- ના પ્રોહી મુદ્દામાલ* સાથે બે આરોપીઓને પકડી પાડી પ્રોહી. ધારા હેઠળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ

(૧) KRIMPI SPECIAL WHISKY ૧૮૦ ML ની કુલ બોટલો-૪૭૭ કિં.રૂા.૪૭,૭૦૦/-

(૨) ROYAL CHALLENGE WHISKY ૧૮૦ ML ની કુલ બોટલો-૯૬ કિં.રૂા.૨૮,૮૦૦/-

(૩) ROYALS SPECIAL WHISKY ૧૮૦ ML ની કુલ બોટલો-૧૪૪ કિં.રૂા.૧૪,૪૦૦/-

(૪) IMPRIYAL BLUE WHISKY ૧૮૦ ML ની કુલ બોટલો-૯૬ કિં.રૂા.૨૪,૪૦૦/-

(૫) KAMADA RUM ૧૮૦ ML ની કુલ બોટલો-૨૪૦ કિં.રૂા.૨૪,૦૦૦/

(૬) ALL SEASONS GOLDEN COLLETION RESERVE WHISKY ૧૮૦ ML ની કુલ બોટલો-૯૬ કિં.રૂા.૩૩,૬૦૦/-

(૭) 8 PM BLUE WHISKY ૧૮૦ ML ની કુલ બોટલો-૯૬ કિં.રૂા.૯,૬૦૦/-

(૮) MEGIC MOMENENT GREEN VODKA ૧૮૦ ML ની કુલ બોટલો-૯૪ કિં.રૂા.૨૬,૩૨૦/-

કુલ કિ.રૂ.૨,૦૮,૪૨૦/-

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande