સોમનાથ,4 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ ગુજરાત રાજયમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરા-ફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોનો વ્યાપ ખુબ જ વધતા જતા ઉપયોગને રોકવા સારૂ તથા નાર્કોટીકસના ગુન્હામાં જપ્ત કરેલ મુદામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે મે.પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓની કચેરી તરફથી સુચના કરવામાં આવેલ હોય, જે અન્વયે નિલેશ જાજડીયા પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગનાઓની રાહબરી હેઠળ ગીરસોમનાથ જીલ્લા ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીના અધ્યક્ષ જયદીપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક ગીર સોમનાથનાઓ તથા ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટીના સભ્ય વી આર.ખેંગાર નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ એન.એ.વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. વ સભ્ય ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટી ગીરસોમનાથ નાઓના સંકલન દ્વારા ગીરસોમનાથ જીલ્લાના નીચે મુજબના પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ દાખલ થયેલ કુલ-૦૨ ગુન્હાઓમાં વિપુલ પ્રમાણમાં કબ્જે કરેલ માદક પદાર્થ નાર્કોટીકીસના મુદામાલની નાશ નિકાલની કાર્યવાહી ગઇ તા.૦૩/૧૦/૨૦૨૫ ના રોજ ભરૂચ એન્વાયરો ઇન્ફાસ્ટ્રક્ચર લી., આમદ રોડ, દહેજ જી.ભરૂચ ખાતે માન.ગુહમંત્રી, ગુજરાત રાજયનાઓની ઉપસ્થિતીમાં તેમજ ડ્રગ્સ કમિટીની હાજરીમાં કરવામાં આવેલ છે.
સોમનાથ જીલ્લા ડ્રગ્સ ડીસ્પોઝલ કમિટી દ્વારા ગીરસોમનાથ જીલ્લાના કુલ-૦૨ એન.ડી.પી.એસ ના ગુન્હાઓમાં વિપુલ પ્રમાણમાં કબ્જે કરાયેલ માદક પદાર્થ નાર્કોટીકસનો કુલ મુદામાલ ૩૫૫ કીલો ૧૫૦ ગ્રામ જેની કુલ કીંમત રૂ.૨૨૯,૧૭,૩૧,૦૫૦/- (બસો ઓગણત્રીસ કરોડ, સતર લાખ, એકત્રીસ હજાર, પચાસ) નો નાશ કરવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ