સોમનાથ લીલાવતી ફકીરચંદ શર્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરને યાત્રીઓની સેવા અર્થે ગોલ્ફ કાર્ટ અર્પણ
સોમનાથ 4 ઓક્ટોબર (હિ.સ.) મૂળ ભાવનગરના ઉદ્યમી કમલકાન્ત શર્મા સંચાલિત લીલાવતી ફકીરચંદ શર્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવતા ભક્તોની સેવા અને સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુથી એક ગોલ્ફ કાર્ટ અર્પણ કરવામાં આવી
લીલાવતી ફકીરચંદ શર્મા ચેરીટેબલ ટ્રસ્ટ


સોમનાથ 4 ઓક્ટોબર (હિ.સ.) મૂળ ભાવનગરના ઉદ્યમી કમલકાન્ત શર્મા સંચાલિત લીલાવતી ફકીરચંદ શર્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવતા ભક્તોની સેવા અને સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુથી એક ગોલ્ફ કાર્ટ અર્પણ કરવામાં આવી હતી.

ભક્તોના દર્શનને સરળ બનાવવા અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગોની સુવિધા માટે આ ગોલ્ફ કાર્ટ અર્પણ કરવામાં આવી હતી.

મંદિર ટ્રસ્ટ તરફથી આ સેવાકીય યોગદાનનો સહર્ષ સ્વીકાર કરવામાં આવેલ. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શિવ વિજયસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના પૂજારી દ્વારા વિધિ-વિધાન સાથે યજમાન કમલકાન્ત શર્માને પૂજા અર્ચના કરાવીને ભાવપૂર્વક ગોલ્ફ કાર્ટ સ્વીકારવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande