ગીર સોમનાથ, 4 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓની વિવિધ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભા યોજવામાં આવી હતી. આ ગ્રામસભા દરમિયાન શિક્ષણ, આરોગ્ય, પોષણ, સુરક્ષા અંગે બાળકોની સહભાગિતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. ગ્રામસભાના માધ્યમથી છાત્રોડા, દેદા, ભાલપરા, કાજલી, તાતીવેલા સહિત ગામના ગ્રામજનો ‘આદર્શ બાલમિત્ર ગામ’ તેમજ ‘નશામુક્ત ભારત અભિયાન’ અને ‘બાળવિવાહ મુક્ત ગામ’ માટે સંકલ્પબદ્ધ થયાં હતાં.
જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ દ્વારા ૧૭ ગ્રામસભા યોજવામાં આવી હતી. આ ગ્રામસભાઓમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય અમૃતાબહેન અખિયા તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં એમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પી.આર.પરમારની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ