સોમનાથ,4 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં બાળમજૂરી નાબુદી અભિયાન હેઠળ કયા પ્રકારના પગલાં લેવાયા? અને કયા પ્રકારના આયોજન થયા છે અને હવે પછી ક્યા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, તે અંગે સંલગ્ન વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વેરાવળ, કોડીનાર સકલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ટાસ્કફોર્સ કમિટિની બેઠક યોજાઈ જિલ્લામાં બાળમજૂરી નાબૂદીની સઘન ઝૂંબેશ ચલાવાશે ઔદ્યોગિક એકમ ધરાવતા જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં, ગૃહ ઉદ્યોગમાં અથવા તો હોટેલ ઈન્ડસ્ટ્રી સહિતના એકમોમાં બાળમજૂરી નાબૂદીની સઘન ઝૂંબેશ હાથ ધરવા માટે કલેક્ટરએ જણાવ્યું હતું.
કલેક્ટરએ શક્ય પ્રયત્નો કરી અને રેસ્ક્યૂ કરાયેલા બાળકો તેમજ વાલીઓ સાથે સંવાદ સાધી ઝડપથી નિર્ણય લેવા માટે તાકીદ કરી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા રેસ્ક્યૂ કરાયેલા બાળકોના પુનઃવસન અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ સત્વરે મળે એ માટે જણાવાયું હતું
આ સાથે જ બેઠકમાં બાળમજૂરી નાબૂદી માટેના કાયદાથી આવા ઔદ્યોગિક એકમોના સંચાલકોને જાગૃત કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, ડી.વાય.એસ.પી. ચેતન ખટાણાં, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, મહિલા અને બાળ કલ્યાણના પ્રતિનિધિઓ, રોજગાર, આરોગ્ય, શિક્ષણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ