જૂનાગઢ, 4 ઓક્ટોબર (હિ.સ.): ગિરનાર રોપવે આગામી તા.૭ થી ૯ ઓક્ટબર દરમિયાન મેન્ટેનન્સ માટે બંધ રહેશે. તેથી આ દિવસો માટે પ્રવાસીઓ માટે રોપ વે સેવા ઉપલબ્ધ રહેશે નહિ. ગિરનાર રોપવેની સેવા પ્રવાસીઓ માટે તા.૧૦ ઓક્ટબર થી રાબેતા મુજબ શરૂ થશે એમ ગિરનાર રોપવે મેનેજરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ