જામનગર,4 ઓક્ટોબર (હિ.સ.) 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે જામનગર જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર સ્વચ્છતા અભિયાનનું તથા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કાલાવડ નગરપાલિકા દ્વારા સ્વચ્છોત્સવ કાર્યક્રમના ભાગરૂપે ટાઉનહોલ ખાતે કાર્યક્રમોનું આયોજન તથા ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા-2025 કાર્યક્રમની પુર્ણાહુતી અન્વયે સફાઈકર્મીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છતાકર્મીઓને પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી શાળાઓમાં પણ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt