કટારીયા ઓટો પ્રા.લી કંપનીને કર્મચારીએ જ રૂપિયા 40.88 લાખનો ચુનો ચોપડ્યો
સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.): પીપલોદ, ઈસ્કોન મોલ પાસે, કટારીયા ઓટો, પ્રા.લી કંપનીને તેના જ કર્મચારીએ 40.88 લાખનો ચુનો ચોપડ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીના કર્મચારીએ જ તેની સામે ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપા
ઉમરા પોલીસ મથક


સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.): પીપલોદ, ઈસ્કોન મોલ પાસે, કટારીયા ઓટો, પ્રા.લી કંપનીને તેના જ કર્મચારીએ 40.88 લાખનો ચુનો ચોપડ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીના કર્મચારીએ જ તેની સામે ઉમરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરા પોલીસના જણાવ્યા મુજબ ભટાર, અલથાણા ટેનામેન્ટમાં રહેતા રાકેશ રામપાલ ગહલૌત (ઉ.વ.30) પીપલોદ, ઈસ્કોન મોલ પાસે આવેલ કટારીયા ઓટો પ્રા.લીમા એકાઉન્ટન્ટ હેડ તરીકે નોકરી કરે છે. તેઓએ ગતરોજ પોલીસમાં તેમના શો રૂમમાં નોકરી કરતા નેહલ અનંત ઘાડવે (રહે, સાંઈ કૂપા સોસાયટી પાલનપુર કેનાલ રોડ, પાલનપુર) સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, નેહલ ઘાડવે કસ્ટમર પાસેથી રોકડા રૂપિયા તથા ચેક મેળવી કટારીયા ઓટો પ્રા.લી સોફ્ટવેરમાં એન્ટ્રી કરી બીજા બેન્કમાં જમા કરાવવાની જવાબદારી છે. દરમિયાન નેહલ ઘાડવેએ નોકરી દરમિયાન ગત તા 1 ફેબ્રુઆરી 2025 થી 31 મે 2025 સુધીમાં નેક્સા શો રૂમ અને અરેના શો રૂમ સોફ્ટેવરમાં એડવાન્સ એન્ટ્રી કરી 40,10,638 તેમજ નાના મોટા ખર્ચાના 78,145 મળી કુલ રૂપિયા 40,88,783ના મત્તાની ઉચાપત કરી હતી. આ અંગે રાકેશએ વોટ્સઅપ કરી પુછતા કોઈ જવાબ આપ્યો ન હતો અને ત્યારબાદ પોતાનો મોબાઈલ બંધ કરી નોકરી ઉપર આવવાનું બંધ કરી દીધુ હતું. જેથી રાકેશભાઈ સહિત સ્ટાફના માણસો તેના ઘરે તપાસ કરવા માટે જતા ઘરે પણ તાળુ મારી નાસી ગઈ હોવાનું બહાર આવ્યું હતુ. બનાવ અંગે પોલીસે રાકેશ ગહલૌતની ફરિયાદ લઈ નેહલ ઘાડવે સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande