વાલિયા તાલુકાના મોખડી ગામેથી દીપડી પાંજરે પુરાય હતી
ભરૂચ,4 ઓક્ટોબર (હિ.સ.) વાલિયા તાલુકાના મોખડી ગામે માનવવસ્તી નજીક એક દીપડો લોકોની નજરે રોજ ચડતો હતો. ત્યારે ગ્રામજનોએ વાલિયાના આરએફઓ એમ એમ ગોહિલ ને જાણ કરતા તાત્કાલિક દીપડા પકડવાના પાંજરા સાથે તેના સ્ટાફને મોકલી આપી પિંજરૂ મુકવામાં આવ્યું હતું . પિ
વાલિયા તાલુકાના મોખડી ગામેથી દીપડી પાંજરે પુરાય હતી


વાલિયા તાલુકાના મોખડી ગામેથી દીપડી પાંજરે પુરાય હતી


ભરૂચ,4 ઓક્ટોબર (હિ.સ.) વાલિયા તાલુકાના મોખડી ગામે માનવવસ્તી નજીક એક દીપડો લોકોની નજરે રોજ ચડતો હતો. ત્યારે ગ્રામજનોએ વાલિયાના આરએફઓ એમ એમ ગોહિલ ને જાણ કરતા તાત્કાલિક દીપડા પકડવાના પાંજરા સાથે તેના સ્ટાફને મોકલી આપી પિંજરૂ મુકવામાં આવ્યું હતું . પિંજરામાં વહેલી સવારે એક દીપડો પુરાયો હતો .દીપડો પાંજરે પુરાયો છે તેની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરતા દીપડા સાથે પાંજરુ હીરાપુર નર્સરી ખાતે લઈ જવામાં આવ્યું હતું.

મોખડી ગામમાં ઘણા સમયથી દીપડો નજરે પડતા લોકોની રજૂઆતને કારણે કસ્તુર કેસા ગામીતના વાડામા વન વિભાગે પીંજરું ગઈકાલે સાંજે મૂક્યું હતુ.જેમાં શિકાર ભૂખ્યો દીપડો પાંજરે પુરાયો હતો.જેના ફિટનેસ અને અન્ય તપાસ કરતા લંબાઈ 1.62 સીએમ,ઊંચાઈ 58 સીએમ અને વજન 65 કિલોની માદા દીપડી હોવાનું જાણવા મળ્યું હતું.આ દીપડી પુખ્ત વયની હતી જે અગાવ ક્યારેય પકડાય નથી .હાલ દીપડીને હીરાપોર નર્સરીમાં રાખી છે. ઉચ્ચ અધિકારીઓની પરવાનગીથી ઊંડાણના જંગલોમાં ખોરાક અને પાણીની સગવડ હોય ત્યાં મુક્ત કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande