જૂનાગઢ મહિલા અને બાળવિકાસની નવી પહેલ તરીકે રચાયેલ બાલિકા પંચાયતના સભ્યોએ ગ્રામ સભાની કામગીરી નિહાળી
જૂનાગઢ, 4 ઓક્ટોબર (હિ.સ.): તા.૪ મહિલા અને બાળવિકાસની નવી પહેલ તરીકે રચાયેલ બાલિકા પંચાયતના સભ્યોએ ગ્રામસભાની કામગીરી નિહાળી હતી. તા.૨ ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે દરેક ગામમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે અન્વયે મહિલા અને બાળ વિકાસ વિ
બાલિકા પંચાયતના સભ્યો


જૂનાગઢ, 4 ઓક્ટોબર (હિ.સ.): તા.૪ મહિલા અને બાળવિકાસની નવી પહેલ તરીકે રચાયેલ બાલિકા પંચાયતના સભ્યોએ ગ્રામસભાની કામગીરી નિહાળી હતી. તા.૨ ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે દરેક ગામમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દરેક ગામમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. આ ગ્રામસભામાં સક્રિય ભાગીદારી નોંધાવે અને તેઓમાં નેતૃત્વ અને વહીવટી કુશળતા આવે તેમજ ગામમાં મહિલાઓ અને બાળકોને લગતી સમસ્યાઓ જણાવી શકે તે હેતુથી જૂનાગઢ જિલ્લાના પ્રભાતપુર,મેવાસા બાવાના, સાંતલપુર, મોણીયા, જુના કોટડા ગામોમાં બાલિકા પંચાયતના સભ્યો દ્વારા ઉપસ્થિત રહી ગ્રામસભામાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી અને વિવિધ પ્રશ્નો,યોજનાઓ બાબતે ચર્ચા કરી હતી. તેમજ સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા પંચાયતની કામગીરી વિશે ખાસ સમજ મેળવી હતી. આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો લોગોવાળી ઘડિયાળ અને કીચેઈન વિતરણ બાલિકા પંચાયત દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ તકે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની હબફોર એમ્પાવરમેન્ટ અને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ,આઈ.સી.ડી.એસ.સ્ટાફ ઉપસ્થિત રહયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande