મોડાસામાંથી પાટણ એલ.સી.બી.ના હાથે ચાર ગુનાઓમાં વોન્ટેડ આરોપીની ધરપકડ
પાટણ, 4 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લા એલ.સી.બી.એ અરવલ્લી જિલ્લાના મોડાસાથી એક કુખ્યાત વોન્ટેડ આરોપી ભુંગર અલુ સાહેબખાન સિંધીને ઝડપી પાડ્યો છે. આ આરોપી પાટણના સમી, સુરતના કોસંબા અને ડીસા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ, લૂંટ અને ધાડના કુલ ચાર
મોડાસામાંથી પાટણ એલ.સી.બી.ના હાથે ચાર ગુનાઓમાં વોન્ટેડ આરોપીની ધરપકડ


પાટણ, 4 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લા એલ.સી.બી.એ અરવલ્લી જિલ્લાના મોડાસાથી એક કુખ્યાત વોન્ટેડ આરોપી ભુંગર અલુ સાહેબખાન સિંધીને ઝડપી પાડ્યો છે. આ આરોપી પાટણના સમી, સુરતના કોસંબા અને ડીસા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ, લૂંટ અને ધાડના કુલ ચાર ગંભીર ગુનાઓમાં છેલ્લા 6 થી 23 વર્ષથી નાસતો ફરતો હતો.

પાટણ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે આરોપી હાલ મોડાસાની બસેરા સોસાયટીમાં રહે છે. ત્યારબાદ એલ.સી.બી. ટીમે ફેરિયા અને રિક્ષા ડ્રાઈવરનો વેશ ધારણ કરી દિવસ દરમિયાન વિસ્તારની ચોકસાઈથી તપાસ કરી હતી અને રાત્રે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સામે સમી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, કોસંબામાં લૂંટ અને ડીસામાં લૂંટ/ધાડના બે ગુનાઓ સહિત ચાર ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પાટણ એલ.સી.બી.એ તેને ભારતીય ન્યાય સંહિતા કલમ 35(1)(જ) હેઠળ અટક કરીને આગળની કાર્યવાહી માટે સમી પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande