
પાટણ, 4 ઓક્ટોબર (હિ.સ.): સિદ્ધપુર પોલીસે ખળી ચાર રસ્તા પાસેથી 1,820 ગ્રામ ગાંજાની સાથે પટેલ ભાવેશ ડાયાભાઈ નામના ઈસમને ઝડપી પાડ્યો છે. પીઆઈ જે.બી. આચાર્યને મળેલી બાતમીના આધારે પોલીસે ખળી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શખ્સ થેલો લઈને બસમાંથી ઉતર્યો અને પાટણ તરફ જતા તેને પોલીસે રોકી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ વડાવલી (ચાણસ્મા)ના રહેવાસી તરીકે જણાવ્યુ હતું.
પોલીસે તેના થેલાની તપાસ કરતાં તેમાં 1,820 ગ્રામ ગાંજો મળ્યો હતો. પૂછપરછમાં ભાવેશે કબૂલાત આપી હતી કે આ ગાંજો રાજસ્થાનના કોટડા ગામેથી લઈ અંબાજી તરફ લાવ્યો હતો અને તે ચાણસ્માના વડાવલી ગામે લઈ જવાનો હતો. પોલીસે તરત જ FSL ટીમને બોલાવી તપાસ શરૂ કરી હતી.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ભાવેશ પાસેથી ગાંજાની સાથે એક મોબાઈલ ફોન મળ્યો હતો અને કુલ 23,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાઈ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ