ભાવનગર બ્લોકના કારણે 8 અને 9 ઑક્ટોબરની પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત
ભાવનગર, 4 ઓક્ટોબર (હિ.સ.): દક્ષિણ પૂર્વ રેલવેના ખડગપુર મંડળમાં કોલાઘાટ સ્ટેશન ખાતે યાર્ડ રીમોડેલિંગ કામ માટે 02 ઑક્ટોબરથી 12 ઑક્ટોબર, 2025 સુધી વિવિધ તબક્કામાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત 13 ઑક્ટોબર, 2025ના રોજ 4 કલાકનો સંપૂર્ણ બ્લોક લ
ભાવનગર બ્લોકના કારણે 8 અને 9 ઑક્ટોબરની પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત


ભાવનગર, 4 ઓક્ટોબર (હિ.સ.): દક્ષિણ પૂર્વ રેલવેના ખડગપુર મંડળમાં કોલાઘાટ સ્ટેશન ખાતે યાર્ડ રીમોડેલિંગ કામ માટે 02 ઑક્ટોબરથી 12 ઑક્ટોબર, 2025 સુધી વિવિધ તબક્કામાં કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત 13 ઑક્ટોબર, 2025ના રોજ 4 કલાકનો સંપૂર્ણ બ્લોક લઈને કાર્ય કરવામાં આવશે.

આ કાર્યને કારણે પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળથી સંચાલિત પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન (12905) પ્રભાવિત થશે. ભાવનગર મંડળના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર વિગતવાર માહિતી આ પ્રમાણે છેઃ

1. 8 ઑક્ટોબર, 2025ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરનાર પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ (12905) તેના નિર્ધારિત સમયથી 75 મિનિટ મોડી જશે.

2. 9 ઑક્ટોબર, 2025ના રોજ પોરબંદરથી પ્રસ્થાન કરનાર પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ (12905) તેના નિર્ધારિત સમયથી 3 કલાક મોડી જશે.

મુસાફરોને વિનંતી છે કે તેઓ પોતાની મુસાફરી પહેલાં સંબંધિત ટ્રેનોના સમયની માહિતી જરૂર મેળવી લે જેથી કરીને તેમને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande