શક્તિ વાવાઝોડાને લઈ ને પોરબંદરનું તંત્ર એલર્ટ.
પોરબંદર, 4 ઓક્ટોબર (હિ.સ.) અરબી સમુદ્રમા ઉદભવેલુ શકિત નામનુ વાવાઝોડુ ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે હાલ પોરબંદરથી 420 કિમી દુર વાવઝોડ કેન્દ્રીત થયુ છે. આગામી 24 કલાકમા શકિતશાળી બનશે તેવુ હવામાન વિભાગે જણાવ્યુ છે. આ વાવાઝોડુ અમોના તરફ આગળ વધી રહ્યુ છે.
શક્તિ વાવાઝોડાને લઈ ને પોરબંદરનું તંત્ર એલર્ટ.


શક્તિ વાવાઝોડાને લઈ ને પોરબંદરનું તંત્ર એલર્ટ.


પોરબંદર, 4 ઓક્ટોબર (હિ.સ.) અરબી સમુદ્રમા ઉદભવેલુ શકિત નામનુ વાવાઝોડુ ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે હાલ પોરબંદરથી 420 કિમી દુર વાવઝોડ કેન્દ્રીત થયુ છે.

આગામી 24 કલાકમા શકિતશાળી બનશે તેવુ હવામાન વિભાગે જણાવ્યુ છે. આ વાવાઝોડુ અમોના તરફ આગળ વધી રહ્યુ છે. જેમની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળશે ત્યારે પોરબંદરના દરિયામા પણ હાલ કરંટ જોવા મળી રહ્યો છે. ચોપાટી ખાતેના દરિયામા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો બીજી તરફ માછીમારોને દરિયો નહિં ખેડવા માટેની સુચના આપવામા આવી છે .વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળશે દરિયમા કંરટ ઉપરાંત ભારે પવન ફુંકવાની શકયતા હોવાથી તંત્ર પર સર્તક બન્યુ છે પોરબંદરના જીલ્લા કલેટકર એસ ડી ધાનાણીના જણાવ્યા અનુસર હાલ વાવઝોડુ દુર છે જેમ નજીક આવશે તેમ તેમની અસર જોવા મળશે હાલ તો પોરબંદરનુ તંત્ર એલર્ટ મોડ પર છે. માછીમારોને દરિયો નહિં ખેડવા સૂચના આપવામા આવી છે દરિયકાંઠાના ગામોને સર્તક રહેવા જણાવામા આવ્યુ સંભવિત વાવાઝોડાની અસરને પગલે માછીમારી કરવા જતી બોટોના ટોકન બંધ કરી દેવામા આવ્યા છે. વાવઝોડાના કારણે તમામ બોટને નજીકના દરિયા કિનારે પહોંચી જવા સુચના આપવામા આવી છે. માછીમાર બંધ થતાં માછીમારોને મોટુ આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande