રાણાવાવ માં આર.એસ.એસ. દ્વારા પથ સંચલન યોજયું.
પોરબંદર, 4 ઓક્ટોબર (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાણાવાવ દ્વારા વિજયાદશમી નિમિત્તે પથ સંચલન કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય સંસ્કૃતિના સંગીતની વિવિધ રચનાઓ નું ઘોષ (બેન્ડ) દ્વારા વાદન કરવામાં આવ્યું હતું અને શહેરના રાજમાર્ગો પર સ્વયંસેવકો દ્વારા મોટી
રાણાવાવ માં આર.એસ.એસ. દ્વારા પથ સંચલન યોજયું.


રાણાવાવ માં આર.એસ.એસ. દ્વારા પથ સંચલન યોજયું.


રાણાવાવ માં આર.એસ.એસ. દ્વારા પથ સંચલન યોજયું.


રાણાવાવ માં આર.એસ.એસ. દ્વારા પથ સંચલન યોજયું.


પોરબંદર, 4 ઓક્ટોબર (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાણાવાવ દ્વારા વિજયાદશમી નિમિત્તે પથ સંચલન કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય સંસ્કૃતિના સંગીતની વિવિધ રચનાઓ નું ઘોષ (બેન્ડ) દ્વારા વાદન કરવામાં આવ્યું હતું અને શહેરના રાજમાર્ગો પર સ્વયંસેવકો દ્વારા મોટી સંખ્યામાં પથ સંચલન કાઢવામાં આવ્યું હતું.આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા હોય શતાબ્દી વર્ષના પ્રારંભે રાણાવાવ નગર તેમજ તાલુકાના ગામડામાંથી પણ સ્વયં સેવકો પૂર્ણ ગણવેશમાં આ પથ સંચાલનમાં જોડાયા હતા. જેમાં રાણાવાવ, પીપળીયા, રાણાકંડોરણા ભોડદર, પાદરડી, હનુમાનગઢ, આદિત્ યાણા, આદિતપરા વગેરે ગામોમાંથી સંઘના સ્વયંસેવકો જોડાયા હતા.શતાબ્દી વર્ષની શરૂઆતમાં જ દરેક સ્વયંસેવકોમાં આ પથ સંચલનને લીધે ઉત્સાહનો સંચાર થયો હતો તેમજ હવે પછી સમાજ પરિવર્તનને લગતા તથા અન્ય સંગઠનાત્મક કાર્યક્રમો સમગ્ર શતાબ્દી વર્ષ દરમિયાન થશે અને તેમાં દરેક સ્વયંસેવકો અને સમાજની સજ્જન શક્તિને સાથે જોડી ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવા સૌ સાથે મળીને કામ કરીશું એમ જણાવવામાં આવ્યું હતું. પથ સંચલન રૂટમાં પરમ પવિત્ર ભગવા ધ્વજ નું શહેરીજનો તેમજ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ,વેપારીઓ, મહીલા મંડળો દ્વારા પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. શહેરીજનો એ સંઘ સ્વયંસેવકો દ્વારા નીકળેલ પથ સંચલનમા રાષ્ટ્રભક્તિ, અનુશાસન તથા સંગઠન ના દર્શન કરી ગૌરવની અનુભૂતિ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande