
જામનગર, 4 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેર અને દરેડ વિસ્તારના ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે 3 સ્થળે દરોડા પાડ્યા હતા, અને 18 આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેનો પ્રથમ દરોડો જામનગર નજીક દરેડ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા અખિલેશ બાબુલાલ શાહુ, ભુપેન્દ્ર રામકુમાર કુશવાહા, રાજુ મુન્નાભાઈ રાજભર, વિજય લાલાભાઇ કુશવાહા, અને ડબ્બુ માનશંકર રાજભરની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 11,190 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે. આ ઉપરાંત જુગાર અંગેનો બીજો દરોડો જામનગરમાં ગોકુલ નગર નજીક પાણાખાણ શેરી નંબર 10માં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ક્રિષ્ના રામમાનંદસિંગ યાદવ, જીતેન્દ્ર ભોલા માવ, અરવિંદસિંગ નંદકિશોર યાદવ, બિજેન્દ્ર સુદામાસિંગ કુશવાહા, સોનુ કુમાર સુરેશભાઈ રવાની, સંચિતરામ ભરતરામ મોચી, હરેરામ નરેન્દ્રરામ બિહારી, નંદકિશોર રામપ્રભુનાથ વ્યાસ અને સરવન નનીરામ ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 11,070 થી રોકડ રકમ અને જુગારનું સામાન કબ્જે કર્યો છે.
જુગાર અંગેનો ત્રીજો દરોડો જામનગરમાં લાલવાડી સોસાયટીમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમી રહેલા રાજેશ સોમાભાઈ મકવાણા, દિનેશગિરી રમણિકગીરી ગોસાઈ, યુસુફ કાદરભાઈ મેમણ, અને ટીડાભાઈ બાબુભાઈ પરસોડાની અટકાયત રદ કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 7,070ની રોકડ રકમ અને ઘોડીપાસાનું સામાન કબજે કર્યો છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt