સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.): શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી કેટલીક બેંકોના એટીએમાંથી ચોરીઓ તથા ચોરીના પ્રયાસો થયા હોવાની ઘટનાઓ બનતી હોય છે. દરમિયાન શહેરના અડાજણ હજીરા શાખાની એસબીઆઈ બેંકના કેશ ડિપોઝીટ મશીનમાંથી લાખોની રોકડ ચોરી થવાની ઘટના સામે આવી છે. એટલુંજ નહીં જે રીતે અજાણયા તસ્કરો આ ઘટનાને અંજામ આપ્યા છે તે પદ્દતિ જોઈને બેંક મેનેજરે કોઈ નવી ટેક્નિકથી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું અનુમાન લાગાવ્યા હતા. એટલુંજ નહીં અજાણ્યા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને આ સમગ્ર મામલો અડાજણ પોલીસ મથકે પહોંચ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
અડાજણ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટાઇટેનીયમ સ્કવેરમાં આવેલ અડાજણ હજીરા શાખાના ઓટોમેટેડ ડિપોઝીટ કમ વિડ્રોલ મશીન ( એ.ડી.ડબલ્યુ.એમ મશીનના) ના રૂમમાં ગત તારીખ 12/9/2025 ના કલાક 22.30 થી તા 18/9/2025 કલાક 24.00 વાગ્યાના સમયગાળામાં અજાણ્યા ઇસમોએ અલગ અલગ દિવસે પ્રવેશ કરી એ.ડી.ડબલ્યુ.એમ મશીનમાંથી નાણાં ઉપાડવાના ટ્રાન્જેકશનની પ્રક્રિયા સિવાય બીજી કોઇ પ્રક્રિયા કરવાની ના હોવા છતા પણ એ.ડી.ડબલ્યુ.એમ મશીનના રૂમમાં અપ પ્રવેશ કરી એ.ડી.ડબલ્યુ.એમ મશીનમાંથી નાણાં બહાર આવતા એ.ડી.ડબલ્યુ.એમ મશીનના લેન કેબલ સાથે છેડછાડ કરી નાણાં ઉપાડવાની પ્રક્રિયા પૂર્ણ ન થાય તે રીતે બતાવી અજાણ્યા ઇસમોએ બેંક સાથે છેંતરપીંડી કરી રૂ.2,22,500 મતાની ચોરી કરી નાસી ગયા હતા. બેંકના એ.ડી.ડબલ્યુ.એમ મશીનમાંથી ચોરી થઇ હોવાની ઘટના સામે આવતા બેન્ક મેનેજર સહીત સ્ટાફ પણ ચોકી ગયો હતો. અડાજણ હજીરા શાખાના મેનેજર મોહમ્મદ મોઈનુદ્દીન મોહમ્મદ તન્જીમુલ હક ( રહે- એલાઇટ એન્કલેવ એપાર્ટમેન્ટ ,પીપરડીવાલા સ્કુલની પાસે રાંદેર ) નાઓએ અજાણયા ઈસમો વિરુદ્ધ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. એટલુંજ નહીં તેમણે એવું પણ જણાવ્યું હતું કે જે મશીનમાંથી ચોરી થઇ છે,એટલે કે જે એ.ડી.ડબલ્યુ.એમ મશીન છે તેમાંથી કેશ કાઢવામાં આવે છે, તેમજ જે બેંકના ગ્રાહકો હોય તેઓ તેની અંદર કેશ ડિપોઝીટ કરી શકે છે, જે રીતે તેમાંથી ચોરી થઇ છે તે જોઈને એવું લાગે છે કે આ એક નવી ટેક્નિકથી ચોરી કરવામાં આવી છે.સીસીટીવી કેમેરામાં દેખાતા અજાણયા ઈસમો સામે પોલીસ દવારા તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે