વેરાવળમાં સ્ટ્રીટ ફૂડ વેપારીઓને સ્વચ્છતા-સલામતી અંગે માર્ગદર્શન અપાયું
ગીર સોમનાથ, 4 ઓક્ટોબર (હિ.સ.): વેરાવળ ખાતે સરકારના શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે પી.એમ.સ્વનિધિ યોજના અન્વયે શહેરી સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલિમ દરમિયાન વેરાવળ શહેરના ૨૦૦થી વધુ સ
વેરાવળમાં સ્ટ્રીટ ફૂડ વેપારીઓને


ગીર સોમનાથ, 4 ઓક્ટોબર (હિ.સ.): વેરાવળ ખાતે સરકારના શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે પી.એમ.સ્વનિધિ યોજના અન્વયે શહેરી સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

આ તાલિમ દરમિયાન વેરાવળ શહેરના ૨૦૦થી વધુ સ્ટ્રીટ-ફૂડ વેપારીઓને સ્વચ્છતા અને સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનાં ટ્રેનર નીલમબેન ડાભીએ પ્રેઝન્ટેશન દ્વારા તમામ સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓને ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવે તે માટેની સમજ આપી હતી અને સાથે જ પી.એમ.સ્વનિધિ યોજના-૨.૦ની સંલગ્ન યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતાં. નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, ઈન્ચાર્જ ચીફ ઓફિસર દેવીબેન ચાવડા, એન.યુ.એલ.એમ મેનેજર સમાજ સંગઠક તથા સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ મોટી સંખ્યામાં તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande