કુણવદર ગામે ગ્રામ સભામાં લોકોનો રોષ જોવા મળ્યો.
પોરબંદર, 4 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના કુણવદર ગામે પંચાયત ઓફિસે તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સભામાં ગ્રામજનો અને ખેડૂતો સહિતના લોકો મોટી સંખ્ય
કુણવદર ગામે ગ્રામ સભામાં લોકોનો રોષ જોવા મળ્યો.


કુણવદર ગામે ગ્રામ સભામાં લોકોનો રોષ જોવા મળ્યો.


પોરબંદર, 4 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના કુણવદર ગામે પંચાયત ઓફિસે તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સભામાં ગ્રામજનો અને ખેડૂતો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતપોતાના પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે કુણવદર ગ્રામ પંચાયત સામે લોકોનો ભારે રોષ જોવા મળ્યો. પોરબંદરના મોટા ભાગના ગામડાઓની સરખામણીમાં કુણવદર ગામના વિકાસને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યોછે.રોડ રસ્તાઓ,મકાનો, ગૌચર દબાણો સહિતનાપ્રશ્નોને લઈને લોકોએ આજે રજૂઆતોની સાથે રોષ ઠાલવ્યો હતો. ત્યારે વર્ષોથી આ જ સ્થિતિ હોય કોઈ કામ કરવામાં ન આવતા હોય તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande