મુંબઈના ઠગબાજે વરાછાના હીરા વેપારીને 9.60 લાખનો ચૂનો ચોપડ્યો
સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.): શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને મહારાષ્ટ્રનો ઠગબાજ ભેટી ગયો હતો. જેમણે મોટા વરાછા હીરાના વેપારી પાસેથી રૂપિયા 9.60 લાખના હીરાનો માલ લઈ ટૂંક સમયમાં પૈસા ચૂકવી આપવાનું કીધું હતું. પ
મુંબઈના ઠગબાજે વરાછાના હીરા વેપારીને 9.60 લાખનો ચૂનો ચોપડ્યો


સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.): શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને મહારાષ્ટ્રનો ઠગબાજ ભેટી ગયો હતો. જેમણે મોટા વરાછા હીરાના વેપારી પાસેથી રૂપિયા 9.60 લાખના હીરાનો માલ લઈ ટૂંક સમયમાં પૈસા ચૂકવી આપવાનું કીધું હતું. પરંતુ એક પણ રૂપિયો નહીં ચૂકવી ફરાર થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ તમામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક પાસે આવેલ ભક્તિ નંદન સોસાયટીમાં રહેતા 30 વર્ષીય વિશાલભાઈ બચુભાઈ બુહા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને વરાછામાં શ્રેયસ ડાયમંડ સેન્ટર ની અંદર તેમની હીરાની ઓફિસ આવેલી છે. ગત તારીખ 2/2/2024 થી તારીખ 8/2/2024 ના સમયગાળા દરમિયાન હિંમતભાઈ તેમના સંપર્કમાં આવ્યા હતા અને તેમની ઓફિસે આવી હીરા ખરીદી માટે વાતચીત કરી હતી. ત્યારબાદ તેઓએ આ સમયગાળાની અંદર બે થી ત્રણ વાર ઓફિસમાં આવી વિશાલભાઈ સાથે વાતચીત કરી રૂપિયા 9.60 લાખના હીરા ખરીદી કર્યા હતા અને આ હીરાના પૈસા ટૂંક સમયમાં ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો. જોકે બાદમાં હિંમતભાઈ ગોયાણી હીરા લઈને ગયા બાદ પૈસા આપવામાં પણ ગલ્લા ગલ્લા કરી સમય પસાર કર્યો હતો. જેથી આખરે બાદમાં વિશાલ ભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ૯.૬૦ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande