ફોટો વીડિયોના આધારે બ્લેકમેઇલ કરી શારીરિક શોષણ કરનાર સામે બળાત્કારનો ગુનો નોંધાયો
સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.): શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરણીતા તેના મૂળ વતનમાં સંબંધીના પાડોશમાં રહેતા એક યુવકના સંપર્કમાં આવી હતી. જે તે સમયે યુવકે તેની સાથે પ્રેમ સંબંધ હોવાનું કહીને શારીરિક સંબંધ બાંધ્યો હતો અને આ સમયે તેમણે ફોટો વિડિયો મોબાઇલમા
કાપોદ્રા પોલીસ મથક


સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.): શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરણીતા તેના મૂળ વતનમાં સંબંધીના પાડોશમાં રહેતા એક યુવકના સંપર્કમાં આવી હતી. જે તે સમયે યુવકે તેની સાથે પ્રેમ સંબંધ હોવાનું કહીને શારીરિક સંબંધ બાંધ્યો હતો અને આ સમયે તેમણે ફોટો વિડિયો મોબાઇલમાં પાડી દીધા હતા. ત્યારબાદ પરણીતા સુરત રહેવા માટે આવી જતા વારંવાર આ ફોટો અને વિડીયોના આધારે બ્લેકમેલ કરી તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી શારીરિક શોષણ કર્યું હતું. જોકે બાદમાં પરણીતાના પતિને આ સંબંધની જાણ થઈ જતા તેમણે સંબંધો રાખવાની ના પાડી દીધી હતી. જોકે તેમ છતાં યુવકે તેના બ્લેકમેઈલ કરવાનું ચાલુ રાખતા પરણીતા તાબે થઈ ન હતી. જેથી યુવકે પોતાની પાસે રહેલા બિભસ્ત ફોટા અને વિડિયો સોશિયલ મીડિયામાં સગા સંબંધીઓને વોટસઅપ અને ઇન્સ્ટાગ્રામ મારફતે મોકલી પોતાના વહાર્ટસઅપ ડીપીમાં પણ પરણીતાનો ન્યૂડ ફોટો લગાવી તેને બદનામ કરી હતી. જેથી આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરણીતા મૂળ રાજસ્થાનની વતની છે અને રાજસ્થાનમાં તેમના સંબંધીના પાડોશમાં રહેતા રામપાલ ગુડ્ડુ ઝાટ રાણા (રહે ઢોલપુર રાજસ્થાન) ના સંપર્કમાં આવી હતી. જે તે સમયે રામપાલે પરણીતાને તેની સાથે પ્રેમ સંબંધ હોવાનું કહીને પ્રથમવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ સમયે રામપાલે પરણીતાના ન્યુડ ફોટા મોબાઇલમાં પાડી લઈ વિડીયો ઉતારી લીધો હતો. જો કે ત્યારબાદ પરિણીતા સુરત રહેવા માટે આવી ગઈ હતી. જોકે રામપાલે બાદમાં પરણીતાને ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેલ કરી બે થી ત્રણ વાર સુરત આવી તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જો કે આ વાતની જાણ પરણીતાના પતિને થઈ ગઈ હતી. જેથી પરણીતાએ રામપાલને તેની સાથે સંબંધ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. જોકે ત્યારબાદ પણ રામપાલે આ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો રહ્યો હતો. પરંતુ પરિણીતા તાબે ન થતા આખરે યુવકે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે પરણીતાના સગા સંબંધીઓમાં તેમના ન્યૂડ ફોટો મોકલી આપી બદનામ કરી હતી અને વોર્ટસઅપ મારફતે વિડીયો પણ મોકલી આપ્યા હતા. એટલું જ નહીં પરંતુ રામપાલે પોતાના વોર્ટસઅપ ડીપીમાં પણ પરણીતાનો ન્યૂડ ફોટો લગાવી તેણીને બદનામ કરી હતી. જેથી આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રામપાલ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande