સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.): શહેરના સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલા રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતા અને ધોબીનું કામ કરતા પરિવાર સભ્યો રાત્રી દરમિયાન ઘરની અંદર સુતા હતા ત્યારે અજાણ્યા તસ્કરે તેમના ઘરને નિશાનો બનાવ્યો હતો અને સ્લાઈડવાળી બારીમાંથી અંદર પ્રવેશ કરી કબાટમાંથી સોનાના દાગીના તથા રોકડ મળી રૂ. 62 હજારથી વધુની મતા ચોરી કરી નાશી છૂટ્યા હતા. એટલુંજ નહીં સવારે પરિવારના સભ્યોને ઘરમાં ચોરી થઇ હોવા બાબતે ખબર પડતા બધા ચોકી ગયા હતા. અને ત્યાર બાદ આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રૂસ્તમપુરા ખાતે આવેલ ફરામ મહોલ્લામાં રહેતા અક્ષય મહેશભાઈ ચૌહાણના ઘરને અજાણયા તસ્કરે નિશાન બનાવ્યો હતો. તારીખ 3 જી એ મોડ઼ી રાત્રે અજાણ્યો તસ્કર સ્લાઈડવાળી બારીમાંથી તેમના ઘરમાં પ્રવેશ્યો હતો ત્યાર બાદ તિજોરીમા મુકેલ સોનાનુ મંગળસૂત્ર, સોનાનુ પેંડલ તથા રોકડા રૂપિયા 15000 મળી કુલ્લ કિં.રૂ.61.212 ની મતાની ચોરી કરી નાસી છૂટ્યો હતો. જયારે વહેલી સવારે 6 વાગ્યે પરિવારના સભ્યોને ઘરમાં ચોરી થઇ હોવા અંગે ખબર પડતા તેઓ ચોકી ગયા હતા. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આ પરિવાર ધોબીનું કામ કરે છે, અને જે રાત્રીએ તેમના ઘરમાં ચોરી થઇ હતી. ત્યારે તેઓ ઘરમાં સુતા હતા ત્યારે મોડ઼ી રાત્રે આ ઘટના બની હતી.હાલમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે