ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ જેલના બંદીવાનો માટે યોગ શિબિરનું આયોજન
જૂનાગઢ 4 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે જૂનાગઢ જેલમાં યોગ તાલીમ કાર્યક્રમની શરૂઆત તા.૨ ઓકટબર થી કરવામાં આવી છે. જે આગામી તા. ૩૧ ઓકટબર સુધી યોજાશે. યોગ તાલીમ દરમિયાન જેલના કેદી ભાઈઓ-બહેનો તેમજ જેલના સ્ટાફ માટે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ જેલના બંદીવાનો માટે યોગ શિબિરનું આયોજન


જૂનાગઢ 4 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે જૂનાગઢ જેલમાં યોગ તાલીમ કાર્યક્રમની શરૂઆત તા.૨ ઓકટબર થી કરવામાં આવી છે. જે આગામી તા. ૩૧ ઓકટબર સુધી યોજાશે. યોગ તાલીમ દરમિયાન જેલના કેદી ભાઈઓ-બહેનો તેમજ જેલના સ્ટાફ માટે યોગા સત્રો યોજાશે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ જૂનાગઢમાં ચિતાખાના ચોક ખાતે આવેલ જેલમાં બંદીવાન ભાઈઓ તથા બહેનો સ્વાસ્થ સારુરહે તેમનું શારીરિક સુખાકારી થાય તેવા શુભ હેતુથી તા.૨ ઓક્ટોબર ગાંધી જયંતિથી શરૂ કરી તા. ૩૧ ઓક્ટોબર સુધી એક મહિનાની યોગ શિબિરનું આયોજન થયું છે. જૂનાગઢ મનપા કોર્ડીનેટર વૈશાલીબેન ચુડાસમા તથા ઝોન કોર્ડીનેટર ચેતનાબેન ગજેરાના નેતૃત્વ હેઠળ યોગકોચ કમલેશભાઈ સૈજુ જાનીભાઈ તથા નીતાબેન ગજેરા દ્વારા આ બંદીવાન ભાઈ બહેનોને દરરોજ સવારે એક કલાક યોગ કરાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande