પાટણ, 4 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝાંઝણસર ગામે નવરાત્રી પર્વ દરમ્યાન ડીજે વગાડવા અંગે થયેલા ઝઘડામાં એક યુવક પર હુમલો થયો હતો. મુખ્ય આરોપી વિપુલભાઈ ઠાકોરે યુવાનના માથાના ભાગે ધારિયું મારી ગંભીર ઇજા પહોંચાડી.
ફરિયાદી રાહુલભાઈ રામાભાઈ ઠાકોર ગામના ગરબી ચોકમાં ઊભા હતા ત્યારે વિપુલભાઈ ઠાકોર, ચેતનભાઈ ઠાકોર અને સોમાભાઈ ઠાકોર ત્રણેય દ્વારા ડીજે અંગે બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા ત્રણેય આરોપીઓએ મળીને હુમલો કર્યો.
હુમલા દરમ્યાન આરોપીઓએ માઁ-બહેન સમાણી ગંદી ગાળો આપી અને રાહુલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ત્રણેય આરોપીઓએ એકબીજાને મદદ કરી અને પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો. ઇજાગ્રસ્ત રાહુલભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમણે વરાહી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ